તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌપ્રથમ ખેલાડી:મહેસાણાની તસ્નિમ ભારતીય બેડમિન્ટન ટીમમાં હવે રમશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાની દીકરી સાઇના નેહવાલ સાથે રમતી દેખાશે
  • ટીમ ઇન્ડિયામાં ગુજરાતમાંથી સૌપ્રથમ ખેલાડી

અંડર-19 સુધી બેડમિન્ટનમાં 20 વખત નેશનલ અને 6 વખત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન રહેલી મહેસાણાની 16 વર્ષીય ખેલાડી તસ્નિમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઇ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી ગુજરાતમાંથી તે પ્રથમ ખેલાડી છે. જે 9 થી 17 ઓક્ટોબર દરમિયાન ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેટ કપમાં ભાગ લેવા જશે.

નાની વયે કોચ પિતા ઇરફાન મીર સાથે બેડમિન્ટનમાં તૈયાર થઇ રાજ્ય, દેશના કોચરાહે સતત પ્રેક્ટિસ અને દેશ-વિદેશની ટૂર્નામેન્ટોમાં રેન્કિંગ સાથે આગેકૂચ કરતી તસ્નિમ મીરે હવે ભારતીય બેડમિન્ટન ટીમમાં સ્થાન અંકિત કરતાં હવે સાઇના નેહવાલ સાથે રમશે. તાજેતરમાં હૈદરાબાદ ખાતે ગોપીચંદ એકેડમી ખાતે ભારતીય ટીમ માટે ખેલાડીઓના ટ્રાયલ લેવાયા હતા, જેમાં તસ્નિમ મીરની પસંદગી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...