બોલર્સ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ:અંડર-16 વિજય હજારે ટ્રોફીમાં મહેસાણાના સ્વપ્ન પટેલે 8 મેચમાં 20 વિકેટ ઝડપી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ એકેડમી સંચાલિત મહેસાણા ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરતાં અને અમન દુબે હેઠળ કોચિંગ મેળવતા સ્વપ્ન પટેલે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર 16 કેપ્ટન વિજય હજારે ટૂર્નામેન્ટની બોલર્સ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે.

સ્વપ્ન શિવમ પટેલ 11 વર્ષનો છે અને તેણે ડાબા હાથના સ્પિનર તરીકે અંડર-16 ટૂર્નામેન્ટમાં ભાગ લઇ 8 મેચમાં 20 વિકેટ ઝડપી છે. મહેસાણાના અન્ય કોઈ ખેલાડીએ ઘણા વર્ષોમાં બીસીએ ટુર્નામેન્ટમાં બોલર્સ કેટેગરીમાં ટોપ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...