મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં ખેતરમાં મકાન બનાવી જુગાર ધામ ચલાવવામાં આવી રહ્યું હતું. જેની બાતમી મહેસાણા પેરોલ ફ્લોને થતા ટીમે દરોડો પાડી જુગાર રમતા 13 ને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી કુલ 1,77,900 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.
પેરોલ ફ્લો ટીમે સ્થળ પર જઇ દરોડો પાડ્યો
મહેસાણા પેરોલ ફ્લો ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજપુર ભમરીયાપુરામાં સ્કોડા પાઇપ કમ્પની પાસે ઠાકોર કાનાજી માલાજીના ખેતરમાં બનાવેલ મકાનમાં કુરેશી યુસુફ હૈદર મીયા થતા કુરેશી મુસ્તુફા મિયા ઉર્ફ મુસો બહારથી જુગરીઓ બોલાવી પ્લાસ્ટિકના કોઈન પૈસાથી જુગાર રમાડી રહ્યા છે. બાતમી આધારે મહેસાણા પેરોલ ફ્લો ટીમે સ્થળ પર જઇ દરોડો પાડતા 13 જુગારીને સ્થળ પરથી ઝડપી પાડયા હતા રેડ દરમિયાન પેરોલ ફ્લો ટીમે 13 માણસો પાસેથી રોકડા 89,000 તથા મોબાઇલ 13 કિંમત 88,500, પાણીનો જગ કિંમત 100 મળી કુલ 1,77,900 કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો
15 સામે ફરીયાદ
(1)કાનાજી મલાજી ઠાકોર, (રાજપુર)
(2)ઐયુબખાન ઈબ્રાહીમખાન પઠાણ( રાજપુર)
(3)સલીમ ખાન ઉર્ફ પાદુ પઠાણ(મહેસાણા)
(4)જગુજી ઉર્ફ જગુભા ઠાકોર (મહેસાણા)
(5)ખાલીદખાન હમીદખાન પઠાણ (આણંદ)
(6) મહમદ હનીફ ઉર્ફ અનિયો (વેજલપુર)
(7) મયૂદ્દીન મહેબૂબ ભાઈ મન્સુરી (વિરમગામ)
(8)યુનુસમીયા ઉર્ફ દિલાવર કુરેશી (રાજપુર)
(9) સજ્જદહુસેન સૈયદ ( વિજાપુર)
(10) કાસમ ભાઇ ભાઈ ખાન સિપાઈ (આગોલ)
(11)અબ્દુલ કાદર જીવાભાઈ ઘાંચી ( રામપુરા)
(12) શાકીર અલી ઉર્ફ બાબુ સૈયદ ( મહેસાણા)
(13) જાવીદમીયા હમીદમીયા કુરેશી ( રાજપુર)
(14) યુસુફ હૈદરમીયા કુરેશી ( રાજપુર)
(15) મુસ્તુફામીયા ઉર્ફ મુસો કુરેશી ( રાજપુર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.