તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મહેસાણાના મોઢેરા સર્કલે બનનાર અંડરપાસની કામગીરી શરૂ, સેફ્ટીવોલ બનાવાઇ

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરના મોઢેરા સર્કલ પર રૂ.65 કરોડના ખર્ચે અંડરપાસ બનનાર છે. સરદાર પટેલ અંડરપાસની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જે અંતર્ગત મોઢેરા સર્કલ પરના બસ ડેપોની સામેની બાજુના સર્વિસ રોડ પર પતરાંની સેફ્ટીવોલનું બનાવવાનું શરૂ કરાયું છે.

જ્યારે બુધવારે સર્કલ પર કર્મચારીઓએ માપણી હાથ ધરી હતી. રોડની બંને બાજુ સેફ્ટીવોલ તૈયાર બાદ અંડરપાસની કામગીરી શરૂ કરાશે. આ અંગે માર્ગ મકાન વિભાગના અધિકારી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, મોઢેરા સર્કલ પર સરદાર પટેલ અંડર પાસનું કામ શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના કામમાં રોડની બંને બાજુ કોર્ડન કરાઈ રહી છે. જે જગ્યાએ અંડર પાસની દીવાલ બનવાની છે. ત્યાંથી ગટર લાઇન પસાર થઈ રહી છે. આ ગટર લાઇનને સિફટ કરવા સ્થળ પર નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરાયું હતું. જો કે, હજુ સર્કલ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...