પીવાના પાણી માટે વલખાં:મહેસાણાની મેઘધારા સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી પાણી ન આવતું હોવાથી રહીશો પરેશાન, પાલિકામાં રજૂઆત કરાઇ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાં વર્ષોથી ફક્ત એક ટાઈમ પીવાનું પાણી આવે છે, પાણીનો ફોર્સ પણ બિલકુલ નહિવત
  • ચીફ ઓફિસરે વોટર વર્કસ શાખાના એન્જિનિયરને પ્રશ્નનો તાકીદે નિકાલ લાવવા સૂચના આપી

મહેસાણા શહેરની મેઘધારા સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાની ફરિયાદ સોસાયટીના રહીશોએ લેખિતમાં પ્રમુખ અને ચીફ ઓફિસરને કરી છે. જે બાબતને ગંભીરતાથી લઇ પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રમુખ વર્ષાબેન મુકુંદભાઈ પટેલે સૂચના આપી હતી.

મેઘધારા સોસાયટીના રહીશોએ એવી ફરિયાદ કરી હતી કે માનવ આશ્રમ ચોકડી પાસે અમારી સોસાયટી 1997માં બનેલી છે. તેમાં 24 બ્લોક છે. છેલ્લા ત્રણ દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી. અમારી સોસાયટીમાં વર્ષોથી ફક્ત એક જ ટાઈમ પીવાનું પાણી આવે છે તેમજ પાણીનો ફોર્સ પણ બિલકુલ નહિવત હોય છે. આથી સભ્યોને પાણી બાબતે ઘણી તકલીફ પડે છે. અમારી સોસાયટીના રહીશ દર વર્ષે ભરવાનો ટેક્સ સમયસર ભરે છે. સોસાયટીના સભ્યો હાલ પાલિકામાં મહિને પાંચથી સાત ટેન્કર પાણી મંગાવે છે. ત્યારે આ પ્રશ્ન હલ કરવા અને બે ટાઈમ પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરાઈ છે

આ મુદ્દે નગરપાલિકા પ્રમુખે સૂચના આપ્યા બાદ ચીફ ઓફિસર અલ્પેશ પટેલે વોટર વર્કસ શાખાના એન્જિનિયરને આ પ્રશ્નનો તાકીદે નિકાલ લાવવા સૂચના આપી હતી

અન્ય સમાચારો પણ છે...