તપાસ:મહેસાણાની મહાલક્ષ્મી એન્ટપ્રાઈઝ પેઢી ઉઠી જતાં કુકસના 3 જણાનાં 21.81 લાખ સલવાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા વીજ કંપનીના નિવૃત નાયબ અધિક્ષક 18 % વ્યાજ લેવા જતાં છેતરાયા
  • ​​​​​​​મહેસાણા તાલુકા પોલીસે પેઢીના 4 ભાગીદારો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મહેસાણા જીઈબીમાંથી નિવૃત થયેલા નાયબ અધિક્ષક 18 ટકા વ્યાજ લેવા જતા છેતરાયા છે. કુકસના વતની અને નિવૃત જીવન ગાળતા નાયબ અધિક્ષકે મહેસાણાની મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં નાણા રોક્યા હતા. કુકસ ગામના 3 જણાનાં રૂપિયા 21.81 લાખ સલવાતા પોલીસે પેઢીના 4 ભાગીદારો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

કુકસના વતની અને મહેસાણા જીઈબીમાંથી નાયબ અધિક્ષક તરીકે નિવૃત થયેલાં ખેમચંદભાઈ રામજીભાઈ પરમાર(65)એ મહેસાણા નગરપાલિકા સામે ચોક્સી પ્લાઝામાં ચાલતી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ 18 ટકાના વ્યાજે ટુકડે-ટુકડે રૂપિયા 10.53 લાખનું રોકાણ કર્યુ હતુ.

વર્ષ 2018માં પેઢી બંધ કરીને રોકાણ કરેલા નાણાં પરત નહી આપણા ત્રણેય રોકાણકારોએ મહેસાણા ડીવાયએસપીને 27 નવેમ્બર 2021 ના રોજ અરજી આપી હતી. અરજી આપ્યાના 18 દિવસ બાદ મહેસાણા તાલુકા પોલીસે રૂપિયા 21,81,700 ની છેતરપીંડી મામલે મહાલક્ષ્મી એન્ટપ્રાઈઝના ભાગીદારો કુકસના 3 અને પુનાસણના 1 શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ
1. ચેતન પી. પ્રજાપતિ રહે. પુનાસણ, તા. મહેસાણા
2. વિનોદ ભીખાભાઈ પ્રજાપતિ રહે. કુકસ, તા.મહેસાણ
3. રાજેશ ભીખાભાઈ પ્રજાપતિ રહે.કુકસ, તા.મહેસાણા
4. ગીરીશ ઉર્ફે ગગાભાઈ વીરાભાઈ પ્રજાપતિ રહે. કુકસ, તા.મહેસાણા

અન્ય સમાચારો પણ છે...