• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana's LCB Team Chased The Drunken Vehicle For Three Kilometers In A Row, But The Bootlegger Lost Control Of The Steering Wheel And Overturned In The Field.

મધરાત્રે ફિલ્મી ઢબે દારૂ ઝડપાયો:મહેસાણાની LCBની ટીમે દારૂ ભરેલી ગાડીનો સતત ત્રણ કિલોમીટર સુધી પીછો કર્યો, બુટલેગરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ખેતરમાં પલટી ગઈ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંધારાનો લાભ લઈ બૂટલેગર ગાડી મુકી ફરાર થઈ ગયો
  • પોલીસે 1 લાખથી વધુનો દારૂ મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા જિલ્લામાં બુટલેગરો અવાર-નવાર વેપારીઓને વિદેશી દારૂની સપ્લાય કરતા હોય છે, ત્યારે મહેસાણા એલસીબીને મળેલી એક બાતમીના આધારે ટીમે તાલુકાના છઠીયારડા નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબ એક ગાડી મહેસાણાના અંતરિયાળ રસ્તાઓ પરથી અમદાવાદમાં દારૂ સપ્લાય કરવા જવાની હતી. જે બાતમીના આધારે એલસીબીની ટીમે મધરાત્રે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. જે બાદ આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

અમદાવાદ દારૂ લઈ જવાનો હતો
મૂળ બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીર ગઢના દેવડા મહાવીર સિંહ વિદેશી દારૂનો જથ્થો પોતાના મળતીયા મારફતે ગાડીઓમાં ભરી મહેસાણા પર થઈને અમદાવાદ મોકલી આપવાનો હતો. રાત્રી દરમિયાન એક ગાડીમાં દારૂ ભરી અમદાવાદ મોકલી આપવાની બાતમી મળતા મહેસાણા એલસીબીની ટીમે છઠીયારડા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન દારૂ ભરેલી ગાડી આવતા પોલીસને જોઈ આરોપીએ ગાડી ભગાડી દીધી હતી. જેથી LCBની ટીમે સતત ત્રણ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે દારૂની ગાડીનો પીછો કર્યો હતો. આ દરમિયાન ગાડીમાં સવાર આરોપીએ વીરતા મણુદ રોડ પર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ગાડી ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. જે બાદ અંધારાનો લાભ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
મહેસાણાની LCBની ટીમે ગાડીની તલાસી લઈ ગાડીમાંથી કુલ 1 લાખ 68 હજાર 785નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 1 લાખથી વધુનો દારૂ તેમજ ગાડી મળી કુલ 4 લાખ 68 હજાર 785નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...