મહેસાણા તાલુકામાં આવેલા જોરંણગ ગામની શાળામાં મધ્યાહન ભોજનની સ્થિતિ અંગે નાયબ મામલતદાર 14 ફેબ્રુઆરી 2012ના રોજ આકસ્મિક તપાસ કરતા સંચાલિકા મધુકાંતાબેન સથવારાએ મધ્યાહન ભોજનનું બનાવતી રેકર્ડ ઉભું કરી સરકારી અનાજના જથ્થાની રૂપિયા 13 હજાર 865ની તેમજ કેન્દ્ર પર ફરજ બજાવતા સ્ટાફના નામે ખોટા પગાર પત્રકો તૈયાર કરીને માનદ વર્તનની રકમ રૂપિયા 60 હજાર મળી કુલ રૂપિયા 73 હજાર 865 ની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. આ આરોપીને કોર્ટે 10 વર્ષ બાદ બે વર્ષની સજા ફટકારી છે.
નાયબ મામલતદાર દ્વારા લાઘણજ પોલીસ સ્ટેશનમાં મધ્યાહન ભોજન સંચાલિકા સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મહેસાણાની ચીફ કોર્ટના ન્યાયાધીશ એ.એલ.ત્રિવેદી સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ડી.જે.ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને મધ્યાહન ભોજન સંચાલિકા મધુકાંતાબેન સથવારાને બે વર્ષ કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરેતો વધુ 6 માસ કેદની સજાનો હુકમ કયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.