તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મહેસાણાની ઐતિહાસિક 72 કોઠાની વાવ દારૂની મહેફિલો માળવા માટેનું સ્થળ બન્યું!!

મહેસાણાએક મહિનો પહેલા
  • પહેલા કચરાના ઢગમાં ફેરવાઈ
  • બોતેર કોઠાની વાવ હવે દારૂ પીવા અને મહેફિલો મળવાનો અડ્ડો બની ગયો

મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલી બોતેર કોઠાની વાવએ ઐતિહાસિક વાવ છે. જેમાં તંત્રની બેદરકારી અને વાવ સામે તંત્રએ ધ્યાન ન આપતા હવે આ બોતેર કોઠાની વાવ હવે દારૂ પીવા અને મહેફિલો મળવાનો અડ્ડો બની ગયો છે.

મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલી બોતેર કોઠાની વાવ ઐતિહાસિક વાવ છે. 17મી સદીમાં નિર્માણ પામેલી મહેસાણાની આ બોતેર કોઠાની વાવની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય એમ દેખાઈ આવે છે. જેના કારણે વાવની હાલત હવે ખંડેર જેવી બની ચુકી છે. તેમજ જ્યાં જોવો ત્યાં કંટાળી જાડી અને નાના મોટા ઝાડવા ઊગી નિકળવ્યા છે.

તંત્ર ના વાંકે ઐતિહાસિક વાવ બની ખંડેર
તંત્ર ના વાંકે ઐતિહાસિક વાવ બની ખંડેર

વાવનીઆજુબાજુ અને અંદર દારૂની બોટલોનો

ખડકલોમહેસાણાની બોતેર કોઠાની વાવની અંદર અનેક જગ્યાઓ પર દારૂની ખાલી બોટલો,પ્લાસ્ટિકના ગ્લાસ,નમકીનના પેકેટ જોવા મળી રહ્યા છે. જેથી અંદાજો લગાવી શકાય છે કે આ બોતેર કોઠાની વાવનો ઉપયોગ હવે દારૂની મહેફિલો કરવામાં આવી રહી છે.

વાવ માં જ્યાં જોવો ત્યાં દારૂ ની ખાલી બોટલો જોવા મળી
વાવ માં જ્યાં જોવો ત્યાં દારૂ ની ખાલી બોટલો જોવા મળી

વાવની અંદર ઠેરઠેર કચરો ઠલવાયો

બોતેર કોઠાની વાવ આમ તો જેતે સમયમાં નામચીન વાવમાં ગણતરી થતી હતી, પરંતુ સમય બદલાતા તંત્રએ આ વાવ સામું મો ફેરવી લેતા હવે ઐતિહાસિક વાવ કચરા પેટીમાં ફેરવાઈ ચુકી છે. વાવનો પુરાણો કાટમાળ ખવાઈ ચુક્યો છે. તેમજ વાવમાં આજુબાજુમાં પ્લાસ્ટિક નાખવામાં આવતા જમીનને પણ નુકશાન પહોંચવાની સંભાવના વર્તાઈ રહી છે.

એક સમયમાં વાવનું પાણી પીવામાં અને ઘર વપરાયમાં ઉપયોગ

બોતેર કોઠાની વાવ 40 થી 50 ફૂટ લાંબી છે. આ વાવ 17 મી સદીમાં નિર્માણ થયું હતું. જેમાં પ્રાચીન સમયમાં આ વાવનો ઉપયોગ મહેસાણાના લોકો પીવાનું અને ઘર વપરાશના ઉપયોગ કરતા હતા. તેમજ હાલના સમયમાં વાવની દુર્દશા જોઈ સ્થાનિકો પણ વાવની સંભાળ રાખવા જણાવી રહ્યા છે.

વાવ માં આવેલા કૂવો કચરા થી ભરાયો
વાવ માં આવેલા કૂવો કચરા થી ભરાયો

જાળવણીના અભાવે વાવ ખંડેર બની

મહેસાણા જિલ્લા માં અનેક જગ્યાઓ પર ઐતિહાસિક વાવ અને સ્મારક મંદિરો આવેલા છે. જેમાં એક ગણાતી મહેસાણા ની બોતેર કોઠાની વાવ આ વાવમાં યોગ્ય સમયે જાળવણી ના કરતા હવે આ વાવ કચરા પેટી માં ફેરવાઈ ચુકી છે. તેમજ જાળવણી ના અભાવે વાવ ની હાલત ખંડેર સમાન બની છે.

અન્ય સમાચારો પણ છે...