મહેસાણાના પરિવારને ગેરકાયદેસર અમેરિકા જવું ભારે પડ્યું છે. વિદેશના સપના સજાવીને મહેસાણાના સાલડીથી નીકળેલો પરિવાર અધવચ્ચે જ ફસાઇ ગયો છે. એજન્ટો મારફતે 1.5 કરોડ રૂપિયામાં સોદો કરીને આ પરિવાર જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સાલડીથી નીકળ્યો હતો. જોકે, આ પરિવારને મેક્સિકોમાં બંધક બનાવી દેવામાં આવ્યો છે.
પરિવાર મેક્સિકોમાં ફસાઇ ગયો
મળતી માહિતી મુજબ, જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સાલડીના 34 વર્ષીય પ્રિયાંક પટેલ, તેની પત્ની ઉમા પટેલ ત્રણ બાળકો સાથે અમેરિકા જવા માટે નીકળ્યા હતા. જેમની સાથે ડિંગુચાના ચાર જણનો પરિવાર હતો. જોકે, સરહદ પાર કરીને અમેરિકા જવાના પ્રયાસમાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે આ પરિવાર મેક્સિકોમાં ફસાઇ ગયો છે.
એક કરોડ રૂપિયા એજન્ટોને એડવાન્સ આપ્યા હતા
પ્રિયાંક 1.5 કરોડ રૂપિયામાં અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો, જેણે એક કરોડ રૂપિયા એજન્ટોને એડવાન્સ આપ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા પહોંચીને આપવાના હતા. જોકે, અમેરિકા પહોંચે તે પહેલાં જ એજન્ટોએ મેક્સિકોમાં પરિવારને બંધક બનાવી દીધો છે. જ્યાં પરિવારને ખુબ માર મારવામાં આવ્યો હતો અને બાકીના પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પ્રિયં
જીવન મરણ વચ્ચે ઝોલા
પ્રિયાંકનો પરિવાર અમેરિકા પહોંચે તે પહેલા મેક્સિકોમાં બંધક બનાવ્યો હતો. જ્યાં તેને ખુબ માર મારતાં બ્રેઈન સ્ટ્રોક આવતા તેને મેક્સિકોના કેન્કુન સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.