સમારકામને પગલે બત્તી ગુલ:મહેસાણાના ધોબીઘાટ-માર્કેટયાર્ડની આસપાસના વિસ્તારોમાં આવતીકાલે વીજ કાપ, માર્કેટયાર્ડ ફીડરમાં કામકાજને પગલે નિર્ણય લેવાયો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડ ફીડરમાં વીજ સમારકામના પગલે કેટલાક શહેરીજનોને વીજળી નહિ મળે
  • સવારે સાડા સાત વાગ્યાથી અઢી વાગ્યા સુધી બત્તી ગુલ રહેશે

મહેસાણા શહેરમાં હાલમાં વીજ કંપની દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજ સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે શનિવારે શહેરમાં આવેલા માર્કેટયાર્ડના ફીડરમાં જરૂરી વીજ સમારકામ હોવાથી ધોબીઘાટ, પાંચ લીમડી, કૃષ્ણનો ઢાળ, માર્કેટયાર્ડ પાછળ આવેલા વિસ્તારમાં સવારે 07:30થી બપોરે 02:30 સુધી વીજકાપ રહેશે.

આવતીકાલે મહેસાણાના આ વિસ્તારમાં વીજકાપ રહેશે :

મહેસાણા નગરપાલિકા ફાયર સ્ટેશન, ક્વાર્ટર્સ , મ્યુનિસિપલ માર્કેટ, પરા તળાવ, મહેસાણા પરા, લાખવડી ભાગોળ, ચોકની લીમડી, વી.કે વાડી વિસ્તાર, લાખવડી ભાગોળની પાછળનો (કસ્બા) વિસ્તાર, લાયબ્રેરી વિસ્તાર, ક્સ્બા તલાટી ઓફિસ વિસ્તાર, રામજી મંદિર, પટેલની ચાલી, ગંગારામ મુખીની ચાલી, પરા પુસ્તકાલય, પરા ટાવર, ઉંડી ફળી, ભીલોની ખડકી, પ્રજાપતિવાસ, ઠાકોરવાસ, પ્રથમ ઓળ, બીજી ઓળ, ત્રીજી ઓળ, લક્ષ્મી સિનેમા વિસ્તાર, લુહારની ખડકી, નાયક વાસ, રાવળવાસ, ઠાકોરવાસ, ભોંયરાવાસ, પટવા પોળ, કાજીનો ઉકરડો, કોઠારી વાસ, સથવારા વાસ, રામીની ખડકી, હરડેની ખડકી, પટવાની ખડકી, નિલકંઠ મહાદેવ મંદિર, ગાંધીની ખડકી, દરજીની ખડકી, આંબલીચૌટા, શક્તિનગર સોસાયટી, વીકે વાડી, બાબારી એપાર્ટમેન્ટ, શિવશક્તિ એપાર્ટમેન્ટ, નરસિંહ પટેલનો માઢ, ઓડવાસ, કપાસિયા બજાર, ભોજક શેરી, પાંજરા પોળ, શ્રી બાબાસાહેબ આંબેડકર ચોક(કસ્બા), સર્વોદય મહોલ્લો, રોહિતવાસ, વણકરવાસ.

પાંચ લીમડી, કૃષ્ણનો ઢાળ, માર્કેટ યાર્ડ, માર્કેટ યાર્ડની પાછળ આવેલા વિસ્તાર :

કૃષ્ણનો ઢાળ, શ્રી દત્ત મંદિર, રબારીવાસ, શ્રી ગોવિંદમાધવ મંદિર, પાંચ લીંબડી, ક્રિષ્ણા કોમ્પ્લેક્સ વિસ્તાર, માર્કેટ યાર્ડ (ગંજબજાર ), શાકમાર્કેટ, ભાગ્યોદય સોસાયટી, સોનલ સોસાયટી, ભવાની સોસાયટી, બ્રહ્માણીનગર, જનતાનગર, કૃષ્ણનગર, ઈશ્વર પાર્ક, શ્રીનાથજી, રોયલ એપાર્ટમેન્ટ, ગોકુલ પાર્ક સોસાયટી, મેઘરથ બંગલોઝ અનસુયાનગર, મંગલમુર્તિ ટેનામેન્ટ, જ્યોતિનગર રોહાઉસ, ચંદ્રોદય ટાઉનશિપ, ઉમિયાનગર રો - હાઉસ, કલ્પના નગર સોસાયટી, ચામુંડાનગર, એબી નગર વગેરે વિસ્તારોમાં કાલે સવારે 7.30થી બપોર 2.30 સુધી વીજકાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...