તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઝુંપડીમાં જીવન ગુજારનાર મહેસાણાનો દિવ્યાંગ યુવાન રાષ્ટ્રીય લેવલે ઝળકયો, ત્રણ રમતમાં પ્રથમ ક્રમે આવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

વિસનગર9 દિવસ પહેલા
 • 22 વર્ષીય યુવકે પોતાની મહેનતથી રાષ્ટ્રીય લેવલે દોડમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કર્યું

મહેસાણા જિલ્લાના વિસનગરના કુવાસણા ગામમાં રહેતા સામાન્ય પરિવારનો દિવ્યાંગ યુવાને રાષ્ટ્રીય લેવલે દોડમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. 22 વર્ષીય રામસંગજી પ્રતાપજી ઠાકોર જે પોતે દિવ્યાંગ હોવા છતાં તેણે પોતાની મહેનતથી રાષ્ટ્રીય લેવલે દોડમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કર્યું છે.

22 વર્ષીય દિવ્યાંગ યુવાન સામાન્ય પરિવારથી આવે છે જેના પિતા ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને માતા ઘર કામ તેમજ ખેત મજૂરી કરે છે. 22 વર્ષીય દિવ્યાંગ યુવાન ઠાકોર રામસંગજી પ્રતાપજીને નેશનલ લેવલે ભાગ લેવા માટે પેરાલ્મીબીક કમિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં તેની પસંદગી કરવામાં આવી હતી.

ત્યારબાદ ગત 21થી 23 માર્ચના રોજ બિહારના પટના ખાતે યોજાયેલા નેશનલ સ્પર્ધામાં આ યુવાને ભાગ લીધો હતો. જેમાં તેણે પ્રથમ વાર 800 મીટર અને ત્યારબાદ 400 મીટર દોડ લગાવી હતી.

જ્યારે લાંબી કૂદમાં બધા સ્પર્ધકોમાં આ યુવાન પ્રથમ આવ્યો હતો. જેથી આ ત્રણ રમતોમાં યુવાને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવી નામ પ્રસિદ્ધ કર્યું હતું. તેમજ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ દ્વારા મોકલવામાં આવેલા આ ખેલાડીનું સંસ્થાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જેથી આ યુવાન આવી પ્રસિદ્ધિ મેળવતા ગરીબ પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો