કાર્યવાહી:મહેસાણાના બુટલેગરને મિત્રે ઘેરથી ઉપાડી જઈ હેબુવા તબેલામાં લઈ જઈ ઢોરમાર માર્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસને નામ આપવાની અદાવતમાં અપહરણ કરી છરીઓ મારી
  • મહેસાણા એ ડિવિઝન ​​​​​​​​​​​​​​પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

મહેસાણાના પ્રદૂષણપરામાં રહેતા બુટલેગર રમેશ માળીને તેના જ મિત્રોએ ઘેરથી ગાડીમાં ઉપાડી લઈ જઈ નજીક આવેલા હેબુવાના તબેલામાં લઈ જઈ ઢોરમાર માર્યો હતો. પગના ભાગે છરી મારતાં લોહી નીકળતી હાલતમાં બુટલેગરને મોઢેરા રોડ પર ઉતારી ચારેય મિત્રો નાસી છૂટ્યા હતા.

મહેસાણા શહેરમાં અંબાજી માતાના મંદિર પાછળ આવેલા પ્રદુષણ પરામાં રહેતો રમેશ સોમાભાઈ માળી (40) શુક્રવારે રાત્રે તેના ઘર આગળ બેઠો હતો, ત્યારે રાધનપુર રોડના પ્રમુખ ફ્લોરા ફ્લેટમાં રહેતો તેનો મિત્ર સંદીપ ઉર્ફે બચ્ચન અમૃતભાઈ પટેલ અન્ય ત્રણ મિત્રોને લઈને આવ્યો હતો અને રમેશને ચાલ આપણે બરફ લઈને આવીએ તેમ કહી ગાડીમાં બેસાડી પાંચે જણા નીકળ્યા હતા. રસ્તામાં સંદીપે રમેશને અગાઉ મારા મિત્રનું નામ તે કેમ પોલીસને આપેલું કહી ગાળા ગાળી કરી ગાડીમાં જ માર્યો હતો. બાદમાં રમેશને હેબુવામાં તબેલામાં. અનુસંધાન-પેજ-2-પર

આ 4 સામે ફરિયાદ
1.સંજય પટેલ
2.સૌરભ ઉર્ફે વકો ગણેશભાઈ પ્રજાપતિ રહે. જય માડી સોસાયટી, રેલનગર, મહેસાણા
3.જયેશ ઉર્ફે કાળીયો છગનજી ઠાકોર રહે. મહેસાણા
4. સંદીપ ઉર્ફે બચ્ચન અમૃતભાઈ પટેલ રહે. પ્રમુખ ફ્લોરા ફ્લેટ, રાધનપુર રોડ, મહેસાણા

અન્ય સમાચારો પણ છે...