દંડાયા:મહેસાણાના અમૃત પાર્ટીપ્લોટમાં કચરો સળગાવતાં દંડ ફટકારાયો, નગરપાલિકાની ટીમે રૂ.500 દંડ વસૂલ્યો

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા અમૃત પાર્ટીપ્લોટમાં સવારે કચરો એકઠો કરી સળગતાં ધુમાડો પ્રસર્યો હતો. જેની જાણ પાલિકાના વોર્ડ ઇન્સપેક્ટર ટીમને થતાં સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં કચરાનો સળગાવી નિકાલ કરાતો હોવાનું ધ્યાને આવતાં રૂ. 500 દંડ ફટકારાયો હતો. ઉલ્લેખનિય છે કે, શહેરમાં કચરાને સળગાવી નિકાલ પર બાયોલોઝ એક્ટ જાહેર કરીને પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હોવા છતાં આવી પ્રવૃત્તિ થતાં હવા દૂષિત થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...