આયોજન:મહેસાણાનો આજે 665મો જન્મદિવસ તોરણવાળી માતાના મંદિરે હવન કરાશે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેસાજી ચાવડાએ વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ દશમે તોરણ બાંધ્યું હતું

સોમવારે મહેસાણાનો 665મો જન્મ દિવસ તોરણવાળી માતાના મંદિરમાં હવન અને શોભાયાત્રા સાથે ઉજવાશે. મેસાજી ચાવડાએ વિક્રમ સંવત 1414 (ઇ.સ.1358)માં ભાદરવા સુદ દશમે મેસાણા ગામનું તોરણ બાંધ્યું હતું. ચાવડા વંશજ બાદ ગાયકવાડી સ્ટેટમાં આવ્યું અને કાળક્રમે મેસાણા ગામ મહેસાણા નગરમાં ફેરવાયું. સાડા છ સૈકા વટાવી ચૂકેલું નગર ચોમેર વિસ્તર્યુ અને વિકસ્યું છે.મહેસાણાની સાક્ષી સમું માઇલસ્ટોન તોરણવાળી માતાજી મંદિર આજે પણ જેમનું તેમ છે.

માતાજીની ગજસવારી આરૂઢ શાલીગ્રામ પત્થરમાંથી કંડારેલી મૂર્તિ પણ જેમની તેમ છે. સ્થાપનાથી આજે અહીં અખંડ જ્યોત ઝળહળે છે. ભાદરવા સુદ દશમના દિવસે પ્રતિ વર્ષની જેમ સોમવારે નવચંડી યજ્ઞ અને પૂજન અર્ચના કરાશે અને બ્રહ્મભટ્ટ સમાજના ભાઇઓ સાથે પ્રસાદ લઇ ઉજવણી કરે છે.

સવારે 8.30 વાગ્યે માતાજીની બગીરથમાં શોભાયાત્રા નિકળશે અને સવારે 8 વાગ્યે યજ્ઞ પ્રારંભ અને સાંજે 5 વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ થશે.એક સમયે ત્રણ ચોરસ કિલોમીટરમાં પથરાયેલ મહેસાણા ધીરે ધીરે ચોમેર ફેલાઇને આજે 40 ચોરસ કિલોમીટરમાં વિસ્તર્યુ છે. સાડા છ દાયકા પહેલાં મહેસાણાની ધરતીમાંથી ખનીજતેલ મળી આવતાં શહેરે વિકાસની ગતિ પકડી અને ત્યાર બાદ દૂધસાગર ડેરી, રેલવે જંકશન મળતાં શહેર ઉત્તર ગુજરાતનું વડુંમથક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...