તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:સોશિયલ મીડિયામાં જાહેરાત જોઇ મહેસાણાના યુવકે ફોન કર્યો, કેનેડાના વિઝા અપાવવાના બહાને હરીયાણાના ઇસમે 5 લાખ પડાવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હરીયાણાના રાજન કુમારે યુવકને વિશ્વાસમાં લઇ ટૂકડે-ટૂકડે પૈસા પડાવ્યા

છઠીયારડા ગામના યુવક ફેબ્રુઆરી 2019મા વતન હતો. ફેસબુકના માધ્યમથી કોઇ કેનેડા વર્કપરમીટ કન્સટન્સીની જાહેરાત જોઇ ફોન કર્યો હતો. જે બાદમાં સામેથી આરોપી ઇસમે તેમને કેનેડા જવા માટે ડોક્યુમેન્ટ મંગાવી તેમને વિશ્વાસમાં લઇ પૈસા પડાવવાના શરૂ કર્યા હતા. જે બાદમાં અલગ-અલગ સમયે કુલ 5.62 લાખ પડાવ્યાં બાદ પણ વિઝા નહીં મળતાં યુવકે પૈસા પરત આપવાનું કહ્યું હતું. જોકે આજદિન સુધી પૈસા પરત મળ્યા નથી.

છઠીયારડા ગામના અને હાલ વાપી રહી નોકરી કરતાં અરવિંદકુમાર પ્રજાપતિ સાથે 5.62 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે . વર્ષ -2019 ના ફેબ્રુઆરી માસમાં તેઓ છઠીયારડા મુકામે હોઇ અને કેનેડા જવાનું હોવાથી તેમને ગુગલ પર કેનેડા વર્ક પરમીટ કન્સલ્ટન્સી બાબતે સર્ચ કર્યુ હતુ . જેમાં ડ્રીમ વલ્ડ એસોસીએશન , દિલ્હી વીઝા કન્સલ્ટન્સીની ફેસબુક જાહેરાત આવતાં નંબર પર ફોન કરતાં તેમના ડોક્યુમેન્ટ ઇસમે મંગાવ્યા હતા. ટૂકડે - ટૂકડે પૈસા પડાવી પરત નહીં આપતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે

હરીયાણાના રાજન કુમાર મનસારામ અરેસિરસાએ યુવકને વિશ્વાસમાં લઇ પ્રથમ રજીસ્ટ્રેશન માટે 1500 પડાવ્યાં હતા. જે બાદમાં ટૂકડે-ટૂકડે કરી પેટીએમ અને બેંકમાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી કુલ રૂ. 5 લાખ 62 હજાર 957 પડાવ્યાં હતા. જે બાદમાં યુવકે કંટાળીને કહ્યું કે, તમારાથી કામ ના થતું હોય તો પૈસા પરત આપી દો. જેથી ઇસમે જવાબ આપ્યો હતો કે , હું પૈસા પરત આપી દઇશ. આજદિન સુધી પૈસા પરત નહીં આપતાં યુવકે ઇસમ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રાજન કુમાર મનસારામ અરેસિરસા સામે આઇપીસી 406, 420 અને આઇટી એક્ટની કલમ 66 - D મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો