અકસ્માત:ગાડી પલટતાં મહેસાણાનાં મહિલા પોલીસનું મોત; દેવરાસણ રોડ પર નીલગાયને બચાવવા બ્રેક મારતાં પલટી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલા પોલીસની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક મહિલા પોલીસની ફાઇલ તસવીર
  • વતન ભિલોડાથી મહેસાણા પરત આવતાં અકસ્માત, પરિવારના 5 જણાં ઇજાગ્રસ્ત

મહેસાણા રેલવે કોલોની પોલીસ લાઇનમાં રહેતાં મહિલા હેડ કોન્સ્ટેબલ કૈલાશબેન નીનામા સહિત પરિવાર વતન ભિલોડાના જાબચિતરિયા ગામેથી મહેસાણા પરત આવી રહ્યાં હતાં, ત્યારે વિજાપુર- મહેસાણા હાઇવે પર દેવરાસણથી રામપુરા ચોકડી વચ્ચે રસ્તામાં નીલગાય આવતાં ગાડી પલટી ખાઇ ગઇ હતી. જેમાં 6 વ્યક્તિને ઇજા થઇ હતી. જેમાં હે.કો. કૈલાશબેન નીનામાનું મોત થયું હતું.

મહેસાણા રેલવે કોલોની પોલીસ લાઇનમાં રહેતા 23 વર્ષીય રોહિત દિનેશભાઇ નીનામા તેમની ફોઇ હે.કો. કૈલાશબેન મગનભાઇ તથા તેમની બે દીકરી અને એક દીકરો ભિલોડાના જેસીંગપુરના કાન્તિભાઇ કોદરભાઇ ખરાડીની ગાડી (જીજે 31ડી 3546) ભાડે કરી વતન ભિલોડા તાલુકાના જાબચિતરીયા ગામેથી બપોરે 1 વાગે મહેસાણા આવવા નીકળ્યા હતા.

સાંજના 5 વાગે મહેસાણા તાલુકાના દેવરાસણથી રામપુરા ચોકડી વચ્ચે રસ્તામાં અચાનક નીલગાય આવી જતાં ચાલકે એકદમ બ્રેક મારતાં ગાડી પલટી મારી ગઇ હતી. જે અકસ્માતમાં ડ્રાઇવર કાન્તિભાઇ કોદરભાઇ ખરાડી, રોહિત દિનેશભાઇ નીનામા (23), રૂચીકા (22), સ્વિટી (17) અને હિમાંશુ (16)ને ઇજા થતાં 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જ્યારે હે.કો. કૈલાશબેન મગનભાઇ નીનામાનું ઘટના સ્થળે મોત થયું થયું હતું. જેમના મૃતદેહનું સિવિલમાં પીએમ કરાયું હતું. અકસ્માત અંગે રોહિત નીનામાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગાડીચાલક કાન્તિભાઇ ખરાડી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...