તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મહેસાણામાં 50000 વૃક્ષનો ઓક્સિજનપાર્ક બનશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ સહિતે કલેકટરને 50 વીઘા જગ્યા માટે દરખાસ્ત કરી

પાટણમાં નદીકાંઠાની જગ્યાએ લીલીછમ હરીયાળી પાથરતો વૃક્ષોનો ઓક્સિજનપાર્ક તૈયાર કરાયો એવો જ ઓક્સિજન પાર્ક મહેસાણામાં બનાવવા માટે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સદસ્યોએ તૈયારીઓ હાથ ધરી છે. લોકભાગીદારથી આ ઓક્સિજન પાર્ક બનાવી તેની સાચવણીની તૈયારીઓ દર્શાવતી નાયબ મુખ્યમંત્રીને લેખિત અરજ બાદ ગુરુવારે જિલ્લા કલેકટર સાથે જગ્યા સુચિત કરવા પરામર્શ કર્યો હતો.

મહેસાણા શહેરમાં ખરાબા, નદી કિનારે કે ગૌચર કોઇપણ એક સ્થળે 50 થી 100 વીઘા જગ્યામાં લોકભાગીદારીથી ઓક્સિજન પાર્ક બનાવવા માટે મહેસાણા ગ્રીન બ્લોબલ બ્રિગેડના ધમેન્દ્રભાઇ વ્યાસ, જયંતિભાઇ પટેલ, જીતુભાઇ પટેલે ગુરુવારે જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીને દરખાસ્ત કરાઇ હતી.આ પહેલા નાયબ મુખ્યમંત્રીને આ તૈયારી દર્શાવ્યા બાદ આજે તંત્ર સાથે જગ્યા સુચિત કરવા અંગે પરામર્શ કરાયો હતો.ગ્રિન ગ્લોબલ બ્રિગેડના સદસ્ય અને વિસનગર તિરૂપતિ ફાઉન્ડેશનના જીતુભાઇ પટેલે કહ્યુ કે,પાટણની જેમ હવે મહેસાણા શહેરમાં પીપીપી ધોરણે 50 વીઘામાં ગ્રીનઓક્સિજન પાર્ક બનાવવો છે.

ખરાબા, નદી કિનારે કે ગૌચરની જગ્યા સુચિત કરાય ત્યાં 50000 વૃક્ષો વાવીને તેનું ચાર વર્ષ જતન કરાશે. ફેન્સીગ,ડ્રીપ,બોરવેલ વગેરેની લોકભાગીદારીથી સુવિધા કરીને ચાર વર્ષ જતન કરીને વૃક્ષોનો ઉછેર કરાશે.હિંમતનગરમાં પણ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ મારફતે ઓક્સિજનપાર્કની તૈયારીઓ કરાઇ રહી છે.દરેક જિલ્લામાં આ રીતે ગ્રીનપાર્ક બનાવવાનું દસ વર્ષથી એનજીઓરાહે કામ ચાલી રહ્યુ છે.જેમાં મહેસાણા શહેરમાં જગ્યા સુચવવા દરખાસ્ત કરાઇ છે.

દસ વર્ષ પહેલા વાવેલુ વૃક્ષ આજે વટવૃક્ષ બન્યું
તિરુપતિ ફાઉન્ડેશનના પ્રમુખ જીતુભાઈ પટેલે મહેસાણા કલેકટર કચેરી મા 10 વર્ષ પહેલા કલેકટર અજય ભાદુ વખતે વડ વાવ્યુ આવ્યું હતું અને ત્યાથી 21 લાખ ખેડૂતોના શેઢા પર વૃક્ષારોપણ ની શરૂઆત કરાઈ હતી.આ વડ આજે વટવૃક્ષ બની ગયુ છે. તે વખતે ધારાસભ્ય સ્વ. અનિલભાઈ પટેલ, કલેકટર ની ઉપસ્થિતિમાં આ વડ વાવ્યુ હતું.ગુરુવારે જીતુભાઈ એ આ સ્મરણો યાદ કરી ને કહ્યું કે મહેસાણામાં હવે 50000 વૃક્ષોનો ઓક્સિજન પાર્ક બનાવવા જગ્યા ફાળવવા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા કલેકટરને દરખાસ્ત કરાઇ છે .

અન્ય સમાચારો પણ છે...