તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મહેસાણામાં કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ બનશે

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકાની તા. 30મી માર્ચની સમાન્ય સભામાં જગ્યા નક્કી કરાશે

મહેસાણા શહેરમાંથી રોજેરોજ 60 ટનથી વધુ ઘનકચરો સ્વચ્છતા કામગીરીમાં ઉલેચીને પાલિકાના કામદારો વાહન મારફતે સુચિત કરાયેલ શોભાસણ રોડ ડમ્પીંગ સાઇડે નિકાલ કરતાં હોય છે.જ્યાં ઘનકચરાનો નિકાલ થતાં મોટા ઢગલા પડ્યા છે. ત્યારે શહેરમાથી એકત્રિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવાનો નિર્ણય કરાયો છે.

જેમાં ડમ્પીંગ સાઇડમાં સૂકો, ભીનો કચરો અલગ કરીને કાચ, રબ્બર, પ્લાસ્ટીક, કાગળ વગેરે જુના કરીને પ્રોસેસીગ કરવાથી ડમ્પીંગ સાઇડે કચરાના ઠગલા ઓછા થઇ જશે અને કચરો રીસાઇકલીગ થતાં વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગમાં આવશે. આગામી સામાન્ય સભામાં આ કામનું આયોજન થશે અને બાદમાં એજન્સીરાહે પ્રોસેસીંગ પ્લાનટ સાકાર બનશે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહેસાણા પાલિકાને કેન્દ્ર સરકાર દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂ. 11.66 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરી છે.હાલ શહેરમાંથી એકત્રિત સોલીડ વેસ્ટ શોભાસણ રોડ પાંચ ખેતરની જગ્યાએ ટીપી-3ના પ્લોટ ઉપર ડમ્પીગ કરાય છે.આ પ્લોટની જમીન સીવર પ્લાન્ટ(ઓક્સીડેશન પ્લાન્ટ) માટે એક્વાયર કરાયેલી હતી.જ્યાં કુલ 136304 ચોરસ મીટર જગ્યામાંથી હાલ 6400 ચોરસ મીટરમાં જીયુડીસી દ્વારા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ અધૂરુ પડ્યુ છે.આ સિવાય વધારાની જગ્યામાં શહેરમાંથી એકત્ર કરતો વેસ્ટ ડમ્પીંગ થાય છે અને ઢગલા થયા છે. ત્યાં ડમ્પ સાઇટ તેમજ વેસ્ટ પ્રોસેસીગ હેતુ જગ્યા ફાળવવા અંગેની દરખાસ્ત તા.30મીએ મળનાર ખાસ સાધારણ સભામાં રજૂ થશે અને પરામર્શના અંતે શહેરમાંથી રોજ ઉલેચાતા અંદાજે 60 ટન સોલીડ વેસ્ટના પ્રોસેસીગ, સેગ્રીકેશન માટે જગ્યા નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો