તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણામાં જિલ્લા કક્ષાનું વિભાગીય ફાયર સ્ટેશન બનશે

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગમાં ભરતી માટે લીધેલી પરીક્ષાનું પરિણામ જાહેર

મહેસાણા પાલિકાના ફાયર વિભાગમાં વિવિધ કેડરની ભરતી માટે ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષાનું પરિણામ બુધવારે ભરતી પસંદગી સમિતિના ચેરમેન દેવેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જાહેર કરાયું હતું. આ પરિણામ પાલિકાના નોટિસ બોર્ડ અને વેબસાઇટ ઉપર મૂકાયું છે. 100 માર્કસની આ પરીક્ષામાં 36 પૈકી 32 ઉમેદવારોએ 35થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે.

ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, મહેસાણા જિલ્લા કક્ષાએ વિભાગીય ફાયર સ્ટેશન ઊભું થશે. જેમાં ડિવિઝનલ ઓફિસર વર્ગ-2, સ્ટેશન ફાયર ઓફિસર, વાયરલેસ ઓફિસર સહિતની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરાઇ છે. જે અંતર્ગત યુનિ. દ્વારા મહેસાણા પાલિકાના ફાયર વિભાગમાં ભરતી માટે ઉમેદવારોની ફિઝિકલ પરીક્ષા લેવાઇ હતી.

જેમાં પસંદગી પામેલા 38 ઉમેદવારો માટે ગત 14 ઓગસ્ટે લેખિત પરીક્ષા લેવાઇ હતી, જેનું આજે પરિણામ જાહેર કરાયું છે. હવે આ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી, રોસ્ટર મુજબ સમગ્ર પ્રક્રિયા આગળ વધશે. 100 માર્કસના પેપરમાં 35 ગુણ મેળવનાર સામાન્ય રીતે પાસ થાય છે. જોકે, વિભાગમાં જરૂરી જગ્યા, રોસ્ટર વગેરેને ધ્યાને રાખી હવે મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નર કક્ષાએથી આગળની કાર્યવાહી કરાશે. ભરતી માટેની 21 જગ્યા પૈકી હાલ ફાયરમાં ચાલુ ફરજના 9 કર્મચારીઓને સમાવવા પ્રાદેશિ કકક્ષાએ દરખાસ્ત કરાયેલી છે. બાકી રહેતી જગ્યાએ પ્રાદેશિક કક્ષાએથી નિયમોનુસાર મેરીટબેઝ ભરતી કરાશે.

અન્ય સમાચારો પણ છે...