તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:મહેસાણાને 80મા વર્ષે 46મા પ્રમુખ મળશે

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા પ્રમુખના ઇન્કમબન્સી બોર્ડમાં 44માંથી 38 ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ રહ્યા, 6 વહીવટદાર
  • તા.17મી માર્ચે મહિલા પ્રમુખની તાજપોશી થશે

મહેસાણા નગરપાલિકામાં આગામી તા.17મીએ મહિલા પ્રમુખની તાજપોશી થવાની છે. ત્યારે છેલ્લા 80 વર્ષના શાસન પર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં 44 પ્રમુખ રહી ચૂક્યા છે.તો હાલના વહીવટદાર સીઓનું નામ ઉમેરાઇને આ આંકડો 45 થશે. હવે શહેરને 46મા નગરપાલિકા પ્રમુખ મળશે.

નગરપાલિકાના પ્રમુખ ઇન્કમબન્સી ચાર્ટમાં જાન્યુઆરી વર્ષ 1939થી સુચિત કરાયુ છે. જેમાં 1939માં સાકરલાલ મહારાજા પ્રમુખપદે હતા. ત્યાર પછી એક પછી એક પ્રમુખ ટર્મમાં આવતા ગયા અને ચાર્ટમાં નામ ઉમેરાઇને છેલ્લે 20 માર્ચ 2020થી 14 ડિસેમ્બર 2020 સુધી નવીનભાઇ પરમાર પ્રમુખપદે આ ચાર્ટમાં 44માં ક્રમે નોંધાયા છે. અત્યાર સુધી આ 80 વર્ષના ચાર્ટમાં 6 વહીવટદાર- એડમિનિસ્ટ્રેટર પ્રમુખના કાર્યકાળમાં રહ્યા છે. તો ક્યારેક પ્રમુખ ન હોઇ ઉપપ્રમુખો ઇન્ચાર્જ પ્રમુખપદે આવતાં ચાર્જમાં ચમક્યા છે. હજુ 44 ક્રમ પછી હાલ વહીવટદાર તરીકે સીઓ અલ્પેશ પટેલનું નામ ચાર્ટમાં આવશે એટલે પ્રમુખ ઇન્કમબન્સી ચાર્ટમાં ક્રમ 45નો થશે અને 46મા પ્રમુખ તરીકે તા.17મી માર્ચના રોજ મહિલા પ્રમુખ બિરાજમાન થશે.

નગરપાલિકામાં છેલ્લા 80 વર્ષમાં આવેલા શાસકોમાં શરૂઆતના 40 વર્ષમાં એટલે કે વર્ષ 1980 આસપાસ સુધી મોટાભાગે પક્ષના સિમ્બોલ પર નહીં પણ અપક્ષ તરીકે ચૂંટણી જામતી અને તેમાંથી પ્રમુખપદે આવેલા છે. વર્ષ 1981 મેમાં પ્રમુખ બનેલા મણિલાલ પટેલ (એપોલો) પાલિકામાં પ્રમુખના કાર્યકાળ સાથે વિધાનસભા ચૂંટણી લડીને કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. જ્યારે જાન્યુઆરી 1996માં નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં ટાઇ પડતાં ચીઠ્ઠી ઉછાળીને પ્રમુખ નક્કી કરાતાં ભાનુપ્રસાદ ચાવડા પ્રમુખ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...