તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:મહેસાણામાં 4 નગરરચના યોજના બનાવવા સર્વે કરાશે

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકામાં મળેલ ટી.પી સમિતિની બેઠકમાં ચર્ચના અંતે નિર્ણય

મહેસાણા શહેરમાં હવે અલગ અલગ વિસ્તારમાં નવી નગર રચના યોજના 8 થી 11 બનાવા માટેની હદ નક્કી કરવા એજન્સી રાહે સર્વે કરવાનો ગુરુવારે પાલિકામાં મળેલ ટી.પી સમિતિની બેઠકમાં ચર્ચના અંતે નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત હાલમાં વિવિધ તબક્કે નગર રચના યોજના 1 થી 5ના વિસ્તારમાં આવેલા અંદાજે 130 જેટલા પાલિકાને વિવિધ હેતુ માટે મળેલા રિઝર્વેશન પ્લોટ પૈકી જગ્યા દબાણો હોય તે દૂર કરીને પાલિકા માલિકીના બોર્ડ લગાવવાની શાખા અધિકારીને સુચના અપાઇ હતી

નગરપાલિકા સભાખંડમાં ચેરમેન કનુભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નવી નગર રચના યોજના માટે સાઇબાબા મંદિરથી કુકસ તરફનો બાકી ભાઞ, જીઆઇડીસી 2 નજીક , વિસનગર લીંક રોડ પર તેમજ ઉચરપી રોડ સાઇડના વિસ્તાર અંગે પરામર્શકરી એજન્સી રાહે ટી.પી 8 થી 11 માટે હદ સર્વે કરવાનો નિર્ણય લેવાયો હતો.જ્યારે સદસ્ય પ્રો. રમેશભાઈ પટેલે પાલિકાને ટી.પી 1 થી 5માં મળેલા રિઝર્વેશન પ્લોટોમાં જ્યાં વોલની જરૂર ન હોય ત્યાં ખર્ચ ન કરતાં પીલ્લર કરવાનું સુચન કરાયુ હતું.જેમાં ચર્ચાના અંતે તમામ પ્લોટોની સ્થિતિ ચકાસીને જરૂરીયાત મુજબ ફેન્સીગ, પીલ્લર કે કમ્પાઉન્ડ વોલ કરવી તેવુ શાખા અધિકારીને સુચવાયુ હતું.

બેઠકમાં ગાંધીનગર લીંક રોડ પર વોટરવર્કસની પાણીની ટાંકી સામે ડી.પી રોડ અને ટી.પી રોડમાં વિસંગતતા હોઇ દૂર કરવા અંગેનો મુદ્દો રજૂ થયો હતો.જેમાં ડી.પીમાં સુચિત રોડ કરવામાં એક સોસાયટીના મકાનો આવતા હોઇ ટી.પી મુજબ રોડ કરવો કે કેમ તે અંગે સ્થળ ચકાસણી કર્યા પછી યોગ્ય કરવાનું નક્કી કરાયુ હતું. બેઠકમાં સદસ્ય કિર્તીભાઈ પટેલ, પ્રેમીલાબેન સોજલીયા, આશાબેન પટેલ, નગર નિયોજક અંકિલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.-3માં કોમ્યુનિટી હોલ, બે બગીચા બનાવો
ટી.પી સમિતિની બેઠકમાં સદસ્ય દિપકભાઇ પટેલે કહ્યુ કે, વોર્ડ નં. 3માં કોમ્યુનિટી હોલ અને બે બગીચા, આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી અને શાળા બનાવા માટે જગ્યા નક્કિ કરીને બનાવવા રજૂઆત કરાઇ હતી.જેમાં સી.અોએ વોર્ડ વિસ્તારમાં ખાલી જગ્યા ચકાસી સુચિત કરવા અંગે શાખા અધિકારીને સુચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...