તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયકલ યાત્રા:કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ચોટીલાથી દિલ્હી જવા સાયકલ લઈ નીકળેલા ખેડૂતનું મહેસાણામાં સ્વાગત કરાયું

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1350 કિલોમીટર ચાલશે સાયકલ યાત્રા

કેશોદમાં રહેતા અને મૂળ સાંતલપુર તાલુકાના વારાહીના વતની ખેડૂત હરેશભાઇ વર્ધિલાલ પુજારાએ કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે દિલ્હી રાષ્ટ્રપતિને રજૂઆત કરવા ચોટીલાથી સાયકલ યાત્રા શરૂ કરી છે, જે મહેસાણા માં આવતા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચોટીલાથી સાયકલ પર સવાર થઈ યાત્રા કાઢી દિલ્હી જઇ રહેલા ખેડૂત હરેશભાઇ મહેસાણા આવી પહોંચ્યા હતા. મહેસાણા રાધનપુર સર્કલ પાસે ખેડૂતો દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હરેશભાઈએ ભાસ્કરને જણાવ્યું હતું કે, કૃષિ કાયદા ખેડૂતોને ઉદ્યોગપતિઓના ગુલામ બનાવવાંનું કાવતરું છે છેલ્લા 9 મહીનાથી ખેડૂતો કાયદા ના વિરોધ કરી રહ્યો છે છતાં સરકાર ખેડૂતો ની વ્યાજબી વાત અને માંગ માનવા તૈયાર નથી ત્રણે કાયદા રદ કરવા 29 સપ્ટેમ્બરએ દિલ્હી માં રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપવા નીકળ્યો છુ.

વધુ માં જણાવ્યું હતું કે સાયકલ યાત્રા માં આમ તો હું એકલો છુ પરંતુ મારી સાથે ગુજરાત ના ખેડૂતો છે 56 લાખ ખેડૂતો ના આશીર્વાદ લઈને આ સાયકલ યાત્રા નીકાળી આજે મહેસાણા સુધી આવ્યો છું. મહેસાણા આવતા આજે મને પાંચ દિવસ લાગ્યા છે મારી આ યાત્રા 1350 કિમિ લાંબી છે. આમ મહેસાણા માં ખેડૂતો દ્વારા રાષ્ટ્રીય કિસાન સંઘ પ્રમુખ હરેશ ભાઈ પુજારા નું રાધનપુર ચોકડી પાસે ખેડૂતો એ ફુલહાર થી સ્વાગત કરી નારા લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...