તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણા તોલમાપ વિભાગનો દરોડો, ડાભલાના ભારત પેટ્રોલિયમમાં ડીઝલચોરી પકડાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 લિટરે 26.3 મિલિ ડીઝલ ઓછું અપાતું હોવાનું બહાર આવ્યું
  • એક ડીઝલ યુનિટ સીલ કરાયું અને બીજા યુનિટનું વેચાણ બંધ કરાવાયું, પેટ્રોલપંપ સંચાલક સામે ગુનો

મહેસાણા-વિજાપુર હાઈવે પર ડાભલા ચોકડી પાસેના ભારત પેટ્રોલિયમમાં ડીઝલનો ઓછો જથ્થો અપાતો હોવાનું તોલમાપ વિભાગે પકડી પાડ્યું છે. દર પાંચ લિટરે 26.3 મિલિ ડીઝલ ઓછું અપાતું હોવાથી લીગલ મેટ્રોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી ડીઝલ યુનિટ સીલ કરી દેવાયું છે. જ્યારે અન્ય એક યુનિટ પરથી વેચાણ બંધ કરાવી તોલમાપ વિભાગ પાસે પ્રમાણિત કરાવી લેવા તાકીદ કરાઇ છે.મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારી અને રિજિયન નાયબ નિયંત્રક એન.એમ. રાઠોડે ટીમ સાથે ડાભલા ચોકડી સ્થિત ભારત પેટ્રોલિયમમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતો મળે છે કે કેમ તે બાબતે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં ડીઝલ યુનિટમાં ગ્રાહકોને દર પાંચ લિટરે 26.3 મિલિ ઓછું અપાતું હોવાનું માલુમ પડ્યું હતું. આથી તોલમાપ વિભાગે ડીઝલ યુનિટ સીલ કરી દીધું હતું. જ્યારે પેટ્રોલપંપ ચલાવનાર ભાડૂઆતને નોટિસ ફટકારી જરૂરી ખુલાસો કરવા તાકીદ કરી છે. ભારત પેટ્રોલિયમના અન્ય ડીઝલ યુનિટમાં પણ ડિલિવરી દર પાંચ લિટરે 13.6 મિલિ જથ્થો ઓછો જતો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ, આ જથ્થો કાયદા- નિયમોમાં સૂચવેલી ખામીની મર્યાદામાં હોઇ આ ડીઝલ યુનિટ પરથી વેચાણ બંધ કરાવી પ્રમાણિત કરાવી ઉપયોગમાં લેવા સૂચના આપી હતી.

મૂળમાલિક અને ભાડૂઆત સામે કાર્યવાહી થઇ શકે છે
ભારત પેટ્રોલિયમના મૂળ માલિક કુકરવાડાના શંકરલાલ પટેલ છે. તેમણે કડા ગામના અમૃતલાલ પરસોત્તમદાસ પટેલને પેટ્રોલપંપ ભાડે ચલાવવા આપ્યો હતો. તેથી મૂળમાલિકના નામે લાયસન્સ હોઇ પુરવઠા વિભાગ અને પેટ્રોલિયમ કંપનીઓ મૂળમાલિક સામે કાર્યવાહી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...