તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે:કોરોનાના દોઢ વર્ષ બાદ મહેસાણા- વિરમગામ લોકલ ટ્રેન સેવા શરૂ કરાઈ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજની ટ્રેનમાં લીંચ અને જોટાણાને સ્ટોપેજ ન અપાતાં નારાજગી
  • લોકલનું મિનિમમ ભાડુ રૂ.10, છતાં આ ટ્રેનનું ભાડુ રૂ.30 રખાતાં રોષ

કોરોનાકાળના દોઢ વર્ષ બાદ મહેસાણા- વિરમગામ રેલવે લાઈન ઉપર ચાલતી પેસેન્જર ટ્રેન શુક્રવારથી ફરી શરૂ કરાઈ છે. પરંતુ સાંજની બંને ટ્રેનમાં લીંચ અને જોટાણાને સ્ટોપેજ નહીં અપાતાં સ્થાનિક અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

મહેસાણા- વિરમગામ પેસેન્જર ટ્રેન સવારે 7 કલાકે વિરમગામથી ઉપડી 8-30 કલાકે મહેસાણા પહોંચશે. મહેસાણાથી 9-20 કલાકે ઉપડી 10-50 કલાકે વિરમગામ પહોંચશે. જ્યારે સાંજે 17-25 કલાકે વિરમગામથી ઉપડી 18-50 કલાકે મહેસાણા પહોંચશે. 19-30 કલાકે મહેસાણાથી ઉપડી 21 કલાકે વિરમગામ પહોંચશે. સાંજના સમયે વિરમગામથી મહેસાણા તરફ જતી અને મહેસાણાથી વિરમગામ તરફ જતી ટ્રેનમાં લીંચ અને જોટાણાને સ્ટોપેજ અપાયું નથી.

અગાઉ બંને સ્ટોપેજ ચાલુ હોઇ નોકરી અને કામકાજ અર્થે વિરમગામ અને મહેસાણા તરફ જવા પેસેન્જરો માટે આશીર્વાદરૂપ વ્યવસ્થા હતી. લોકલ ટ્રેનમાં મિનિમમ ભાડુ રૂ.10 હોય છે. મહેસાણા-વિરમગામ લોકલ ટ્રેન હોવા છતાં એક્સપ્રેસનું મિનિમમ ભાડુ રૂ.30 રખાયું છે. મહેસાણા-વિરમગામ રેલવે લાઈન ઉપર આવેલું જોટાણા તાલુકા મથક તેમજ મસાલાનું ખરીદ કેન્દ્ર પણ હોવા છતાં રેલવે મંત્રાલયે સાંજની બંને ટ્રેનોમાં સ્ટોપેજ બંધ કરતાં રોષ છે.

અન્ય સમાચારો પણ છે...