• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana Teacher Along With Her Husband Grabbed Rs 69 Lakh By Luring Two Daughters Of Retired Employees To Get Jobs In The Secretariat.

લાખોની છેતરપિંડી:નિવૃત કર્મચારીની બે દીકરીઓને સચિવાલયમાં નોકરી આપવાની લાલચ આપી મહેસાણાની શિક્ષિકાએ પતિ સાથે મળીને 69 લાખ પડાવી લીધા

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મત તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મત તસવીર
  • ઓએનજીસીના નિવૃત કર્મચારીને સંબંધોમાં ભોળવીને લાલચ આપવાનું શરૂ કર્યું
  • ટુકડે-ટુકડે 69 લાખ પડાવી હાથ અધ્ધર કર્યા

મહેસાણામાં ઓએનજીસીના નિવૃત કર્મચારી પોતાની બે દીકરી અને જમાઇને સરકારી નોકરી અપાવતાં છેતરાયા હોવાનુંની ઘટના સામે આવી છે. સરકારી શાળાની શિક્ષિકા અને તેના પતિએ સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાનું કહી નિવૃત કર્મચારીને ઠગી લીધા છે. જેમાં ટુકડે-ટુકડે કરી સરકારી નોકરી પેટે અને ધાર્મિક આસ્થાના નામે 69 લાખ રૂપિયા પડાવી લેતાં ખળભળાટ મચી ગયો છે. નિવૃત કર્મચારીએ મહેસાણા એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણા ઓએનજીસીમા ફોરમેન તરીકેની નોકરી બાદ અશ્વિનભાઇ સથવારા 2019મા નિવૃત થયા હતા. આ દરમિયાન અશ્વિનભાઇને મહેસાણાના ધોબીગાટમાં રહેતી હીનાબેન અને તેના પતિ સુરેશ જોઇતાભાઇ પટેલ સાથે પરિચય થયો હતો. આ હિનાબેન પટેલ ધેણોજ ખાતે કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શિક્ષિકા અને તેના પતિ સુરેશભાઇને ઓએમજીસીના નિવૃત કર્મચારી અશ્વિન સથવારા સાથે પારિવારિક સંબધ કેળવાતાં બંને પરિવારો વચ્ચે બધી ચર્ચાઓ થતી હતી.

આ દરમિયાન શિક્ષિકા અને તેના પતિએ નિવૃત કર્મચારીને તેમની બંને દિકરીઓ અને જમાઇ માટે કંઇક વિચારવા આગ્રહ કર્યો હતો. આથી નિવૃત કર્મચારીને નિવૃતિ બાદ મળેલા રૂપિયા બંને દિકરી અને એક જમાઇને સરકારી નોકરીમાં લગાવવા માટે ખર્ચવા શિક્ષિકા અને તેના પતિએ લાલચ આપી હતી. આથી નિવૃત કર્મચારીએ ટુકડે-ટુકડે 30 લાખથી પણ વધુ રકમ શિક્ષિકા અને તેના પતિને આપી હતી.

આ પછી શિક્ષિકા અને તેના પતિએ વધુ નાણાં પડાવવા નિવૃત કર્મચારીને રોકાણ કરવા લાલચ આપી હતી. આ રોકાણ પેટે પણ શિક્ષિકા અને તેના પતિએ 10 લાખથી વધુ પડાવી લીધા હતા.

નિવૃત કર્મચારીની માનસિકતા અને પારિવારિક બાબતોનો ગેરલાભ ઉઠાવી શિક્ષિકા અને તેના પતિએ નાણા પડાવવા ધાર્મિક આસ્થાનો પણ સહારો લીધો હતો. નિવૃત કર્મચારીની મૃતક પત્નિની સોનાની બંગડીઓ દાન કરવાના પેટે પડાવી લીધી હતી અને તેના સરેરાશ અઢી લાખ રુપિયા પણ શિક્ષિકાના પતિએ ઘરભેગા કર્યા હતા. આથી પોતે છેતરાયા હોવાનું નિવૃત કર્મચારીને ભાન થતાં શિક્ષિકા અને તેના પતિ પાસેથી 69 લાખ પરત માગ્યા હતા. જોકે, રકમ પરત નહીં આપતાં નિવૃત કર્મચારી અશ્વિન સથવારાએ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે શરૂઆતમાં અરજી આપી હતી.

આ પછી નિવૃત કર્મચારીએ એક દિવસ સુરેશ પટેલના ઘરે જઇ બધી વાતોની ચર્ચા કરી મોબાઇલમા રેકોર્ડીગ કરી લીધું હતું. નિવૃત કર્મચારી અશ્વિન સથવારાએ આખરે શિક્ષિકા હિનાબેન પટેલ અને તેના પતિ સુરેશ પટેલ વિરૂદ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અરજી આપ્યાના સાડા 16 માસ બાદ ફરિયાદ નોંધાઈ
અશ્વિન સથવારાએ પોતે ઠગાયાનો અહેસાસ થતાં પ્રથમ અરજી તા.6-7-2020, બીજી અરજી તા.22-2-2021 અને ત્રીજી અરજી તા.10-4-2021 ના રોજ કરી હતી. જેની તપાસ થયા બાદ સાડા 16 માસે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

દીકરા સાથે મનદુ:ખનો દંપતીએ ફાયદો ઊઠાવ્યો
ઓએનજીસીમાંથી નિવૃતિ સમયે 90 લાખ રૂપિયા મળવાના હોવાની આરોપીઓને ગંધ આવતા હિનાબેન પટેલે કહેલ કે, તમને પુત્ર અને પુત્રવધુ સારી રીતે રાખતા નહી હોવાથી તેમજ પુત્રને સરકારી નોકરી હોવાથી તેને પૈસાની જરૂર નથી. જ્યારે બંને દીકરીઓની પરિસ્થિતિ સારી નહી હોવાથી નિવૃતિની રકમનો ઉપયોગ બંને દીકરીઓ માટે કરો તેમ કહેતા ફરિયાદી આરોપીઓની વાતમાં આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...