પોલીસની અનોખી ઉજવણી:મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફે માનસિક દિવ્યાંગ બાળકો સાથે હોળીની ઉજવણી કરી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફે હોળી પર્વની ઉજવણી અનોખી રીતે કરી.શહેરમાં આવેલા માનસિંગ દિવ્યાંગ બાળકો સાથે પોલીસ સ્ટાફે મળીને આજ રોજ હોળી ના પર્વની ઉજવણી કરી બાળકોને ખુશી આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહેસાણા તાલુકાના પી.આઈ વી.આર.વાણીયા પોતાના સ્ટાફ સાથે આજ રોજ મહેસાણા શહેરમા આવેલ ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દિશા ડે સ્કૂલ ખાતે માનસીક દિવ્યાંગ બાળકો તેમજ શિક્ષક સ્ટાફ સાથે મળી હોળી પર્વની ઉજવણી કરી હતી પોલીસ કર્મીઓએ મ્યુઝિક ના તાલે ગુલાલ ઉડાડી દિવ્યાંગ બાળકો સાથે હોળી રમ્યા હતા.તેમજ બાળકોને સાથે બાળક બની ખભાથી ખભો મિલાવી તેમને દિવ્યાંગ હોવાનો અહેસાસ નહિ થવા દેતા બધા એક છે તેવી રીતે હોળી પર્વની ઉજવણી કરી હતી.

રંગોનો ઉત્સવ એટલે હોળી પણ જે બાળકો એ સરખી રીતે દુનિયા નિહાળી જ નથી તેવા માનસિક દિવ્યાંગ બાળકો સાથે પોલીસ કર્મીઓએ પોતાન વ્યસ્ત જીવન માંથી થોડો સમય આવા બાળકો માટે કાઢી તેઓના જીવનમાં રંગ પુરવાનો પ્રયાસ કર્યો છે.તેમજ બાળકોના ગાલે રંગબેરંગી રંગ લગાડી બાળકોના ચહેરા પર ખુશીઓ લાવા પ્રયાસ કરાયો હતો તેમજ પોલીસ કર્મીઓએ ખજૂર અને ધાણી નું વિતરણ પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...