ચાઈનીઝ દોરી ઝડપાઈ:મહેસાણા તાલુકા પોલીસે પ્રતિબંધિત દોરીના 50 રીલ ઝડપયા,2 સામે ગુનો દાખલ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકા પોલીસે પાલાવાસણા નજીકથી ચાઇનીઝ દોરી સાથે ઉભેલા બે યુવકોને દબોચી લીધા હતા.તપાસ દરમિયાન પોલીસે 50 ચાઇનીઝ દોરીના રિલ્સ કબ્જે કરી બે સામે ગુનો દાખલ કરી આ કેસમાં વધુ તપાસ આદરી છે.

મહેસાણા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ આર.આર.રાઠોડ પોતાની ટીમ સાથે ચાઇનીઝ દોરીને લઈ ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. જે અંગે પાલાવાસણા નજીક ચેકિંગમાં હતા ત્યારે બાતમી આધારે એસ.આર પંપ પાસે ચાઇનીઝ દોરી સાથે ઉભેલા બે યુવકોને ઝડપ્યા હતા. યુવકો પાસે તપાસ દરમિયાન પોલીસે ચાઇનીઝ દોરી ભરેલ કાર્ટુન ઝડપ્યું જેમાં કુલ 50 ચાઇનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા.જેમાં પોલીસે બે યુવક ને ઝડપી આરોપી પટેલ ઉત્સવ અને એક 17 વર્ષના કિશોર સામે ગુનો નોંધી કુલ 10 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...