કામગીરી:મહેસાણા તાલુકા પંચાયત ઇન્ચાર્જ ટીડીઓથી ચાલતાં કામો ટલ્લે ચડ્યા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતમાં અધિકારી કર્મીઓની 50 ટકાથી વધુ જગ્યા ખાલી
  • આઠ વર્ષમાં પાંચમા ઇન્ચાર્જ ટીડીઓ ,વહીવટી કામગીરીમાં અસર

111 ગામડાઓનું વહીવટી સંચાલન કરતા વડા મથક મહેસાણા તાલુકા પંચાયતમાં વર્ગ 2ના અધિકારીથી માંડીને વર્ગ-4 સુધીના કુલ 30 કર્મચારીઓની જગ્યાઓ મંજૂર થઇ હોવા છતાં માત્ર 13 કાયમી કર્મચારીઓથી જ તાલુકા પંચાયતનો વહીવટ ચાલી રહયો છે, જ્યારે 17 જગ્યાઓ ઘણા લાંબા સમયથી ભરતી વગર ખાલી રહી છે. એમાંય છેલ્લા આઠ વર્ષમાં સતત પાંચ ટીડીઓ ઇન્ચાર્જ મુકાયા છે જેથી નિતીવિષયક પ્રશ્નો સહિતના કામો ટલ્લે ચડતા હોવાની રાવ ઉઠી છે.

મહેસાણા તાલુકા પંચાયતમાં કર્મચારીઓની ઘટ ના કારણે એક કર્મચારીને બે થી ત્રણ ચાર્જ હોઇ ઘણી વખતે અરજદારોને કામકાજમાં રઝળપાટ કરવી પડતી હોય છે. મહેસાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ટીડીઓને ચાર્જમાં હોય છે ત્યારે નીતિ વિશે પ્રશ્નો મુશ્કેલીમાં રહે છે બોરવેલ હોવા છતાં કઈ એક્શન લેવાય જ પેમેન્ટ ચૂકવાઈ ગયું છે. એપ્રિલ 2013 થી અત્યાર સુધીમાં ટીડીઓના ચાર્જમાં વાય.પી જોશી.જી.બી રાવલ દિલીપ પટેલ ,વિજય ચૌધરી અને એ .ડી.ચારણ મુકાયા છે .એમાંય દિલીપ પટેલ અને તાજેતરના એ .ડી ચારણ બે વખત ઇન્ચાર્જ તરીકે રિપિટ થયા છે .

આ જગ્યાઓ ભરાતી નથી
કાયમી ટીડીઓ, સિનિયર એકાઉન્ટ કલાર્ક, બે સર્કલ ઈન્સ્પેકટર, બે સુપરવાઇઝર ,વહીવટમાં સાત જુનિયર કારકુન અને ચાર પટાવાળા મળી કુલ 17 જગ્યા વર્ષોથી ખાલી છે.

પઞાર તાલુકા પંચાયતમાં, કામગીરી અન્યત્ર
સિનિયર ક્લાર્ક વિષ્ણુભાઈ લીમ્બાચીયાનો પગાર ખર્ચ મહેસાણા ત. પં.માં અને તેમને જિલ્લા પંચાયતમાં પી.એ.ની ફરજમાં મુકાયેલા છે. જુનિયર ક્લાર્ક હાર્દિક જોશીને આઈસીડીએસ શાખામાં તેમજ સેવક બી .એલ દરબારને જોટાણા તાલુકા પંચાયતમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...