તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મહેસાણા તાલુકા પંચાયતને 15માં નાણાપંચમાંથી પહેલીવાર તા.પંચાયતને 2 કરોડની ગ્રાન્ટ ફાળવી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટમાંથી કામો કરવા મુદ્દે સોમવારે તાલુકા પંચાયતમાં સભા યોજાઈ

મહેસાણા તાલુકા પંચાયતને મળેલી 2 કરોડની ગ્રાન્ટમાંથી કામો કરવા મુદ્દે ચર્ચા કરવા સોમવારે તાલુકા પંચાયતમાં સભા યોજાઈ હતી.જેમાં સદસ્યોને કામોનું આયોજન કરવા સૂચવાયું હતું. મહેસાણા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ વિનુભાઇ ઝાલા ના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં 32 પૈકી 19 સદસ્યો હાજર રહ્યા હતા જેમાં ટીડીઓ અજીત દાન ગઢવી 15મા નાણાપંચમાં પ્રથમ હપ્તામાં તાલુકા પંચાયતને 20% લેખે 20233957 ગ્રાન્ટ ફાળવીછે, તે પ્રમાણે ઓનલાઈન કામનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ માટે તાલુકા પંચાયતના સદસ્યો ને કામો સૂચવવા કહ્યું હતું.

બેઠકમાં સદસ્ય ભાવેશભાઇ પટેલે 20 ટકા ગ્રાન્ટ ફાળવાઇ પરંતુ હાલ ખર્ચની મંજૂરી વગર થઈ શકે એમ ન હોઇ વિરોધ વ્યક્ત કર્યો હતો .ટીડીઓએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે કામો તાલુકા પંચાયતમાં જ 20% ગ્રાન્ટમાં સભામાં નક્કી કરીને જિલ્લા પંચાયતને મોકલવાના છે અને તેની બહાલી લઈ કામો અમલમાં આવી જશે.

ગ્રામ પંચાયતને સીધી સો ટકા ગ્રાન્ટમાં કપાત કરી 70 ટકા કરાઇ,20% તાલુકા પંચાયત અને 10% જિલ્લા પંચાયત કામોનું આયોજન કરશે.અત્યાર સુધી નાણાપંચની સીધી સો ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને ફાળવી હતી.હવે 15માં નાણાપંચમાં વસતીના ધોરણે ગ્રામ પંચાયતોને 70%, તાલુકા પંચાયતને 20 ટકા અને જિલ્લા પંચાયતને 10 ટકા ગ્રાન્ટ ફાળવવાની નીતિ અમલમાં આવી છે.ખર્ચ કરવાની મંજૂરી ન મળતાં ભાવેશ પટેલે વિરોધ કર્યો છે.

અનટાઇડ(બેઝિક )ગ્રાન્ટ 12 પ્રકારના કામમાં ખર્ચી શકાશે
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, આંતરિક પાકા રસ્તા,ગામના મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ,હાટબજાર,પ્રા.શિક્ષણ અને આંગણવાડી કેન્દ્રોમાં ખૂટતી સુવિધા,મનરેગા કન્વઝૅન્સમાં મિલકતોના ટકાઉપણામાં વધારો કરવા,ઇ-ગ્રામની સુવિધામાં વધારો કરવા,વીજળીકરણના કામો,હ કોમ્યુનિટી એસેટ કામો તથા જાળવણી, કબ્રસ્તાન-સ્મશાન ગૃહના કામો તેમજ સૂચિ પ્રમાણે સામૂહિક સુવિધાઓ પ્રકારના કામો કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...