મતદાન:મહેસાણા તાલુકામાં સરપંચ માટે 72.11 અને વોર્ડમાં સરેરાશ 72.69 ટકા મતદાન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌથી વધુ વિરમપુરામાં 91.67 ટકા, ઓછું અંબાસણમાં 54.79 ટકા મતદાન

મહેસાણા તાલુકામાં 15 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73 મતદાન મથકોમાં રવિવારે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં સરપંચ પદ માટે સરેરાશ 72.11 ટકા, જ્યારે વોર્ડ સભ્ય માટે સરેરાશ 72.69 ટકા મતદાન થયું હતું. છેલ્લા એક કલાકના આંકડા બાકી હોઇ મતદાનની ટકાવારી હજુ ઊંચી જશે. સૌથી વધુ મતદાન વિરમપરાતમાં 91.67 ટકા અને સૌથી ઓછું અંબાસણમાં 54.79 ટકા થયું હતું.

તળેટીમાં સવારે 8.30થી ત્રણ પૈકી બે બુથ પર મતદારોની લાઇન લાગી હતી. 9 વાગ્યા સુધીમાં વોર્ડ નં.7 અને 8ના બુથમાં 29.59 ટકા, વોર્ડ નં.1થી 3માં 16.31 ટકા અને વોર્ડ નં.4થી 6માં 16.23 ટકા મતદાન થયું હતું. તળેટીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 83.24 ટકા મતદાન થયું હતું. મહેસાણા તાલુકાની 15 પૈકી 14 ગ્રામ પંચાયતમાં સરપંચના કુલ 47 ઉમેદવારો તેમજ 62 વોર્ડમાં કુલ 159 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે.

મંગળવારે મત ગણતરી હાથ ધરાશે. ગત વર્ષ 2016 કરતાં ઓછું મતદાન સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડાની સરખામણીએ વર્ષ 2016માં યોજાયેલી આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વધુ મતદાન થયું હતું. પાંચોટમાં 2016માં 75. 52 ટકા અને આ વખતે 67.89 ટકા થયું નોધાયુ છે.તળેટીમાં ગત ટર્મમાં 87. 82 ટકા મતદાન થયેલુ, આ વખતે 83. 24 ટકા થયુ છે.લાંઘણજમાં ગત ટર્મમાં 79. 32 ટકા મતદાન થયેલુ, જ્યારે આ વખતે 72. 32 ટકા મતદાન થયુ છે.

લાખવડમાં ગત ટર્મમં 78. 96 ટકા મતદાન થયેલુ,જયા આ ચૂ઼ટણીમાં 75. 46 ટકા મતદાન થયુ. જયારે ધનપુરા(જો) ગ્રામપંચાયતમાં ગત ટર્મની સરખામણીએ આ વખતે મતદાન વધ્યુ છે.ગત ટર્મ વર્ષ 2016મ ધનપુરા(જો)માં 70. 30 ટકા મતદાન હતુ,જે આ વર્ષની ચૂ઼ટણીમાં સાંજે 5 સુધીમાં 84. 99 ટકા મતદાન થયુ છે.

અન્ય સમાચારો પણ છે...