સજા:મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 2019માં સગીરા સાથે બની હતી દુષ્કર્મની ઘટના

મહેસાણા જિલ્લામાં આજે સ્પેશિયલ પોસ્કો કોર્ટે એક બળાત્કારના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. જેમાં આરોપીએ બે વર્ષ પહેલાં એક સગીરાને ભગાડી ગયા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આજે કોર્ટે આ કેસ માં ચુકાદો આપી આરોપી ને 20 વર્ષ ની ખેડની સજા ફટકારી હતી.

મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ મથકમાં 21 મેં 2019ના રોજ એક સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભોગ બનનાર સગીરાના બહેનના લગ્નના રાસ ગરબાનો કાર્યક્રમ પત્યા બાદ આરોપી સગીરાને ભગાડી ગયો હતો. બાદમાં બીજા દિવસે બહેનના લગ્ન હોવાથી પરિવાર એ વડનગર પોલીસ મથક માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આજે સમગ્ર કેસ મહેસાણા સ્પેશિયલ પોસ્કો જજ પી.એસ.સૈની સાહેબ ની કોર્ટ માં ચાલી જતા અને સરકારી વકીલ સીબી ચૌધરી ની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટ જાસ્ક ગામના આરોપી ઠાકોર જલાજી ઉર્ફ જયેશજી રમેશજીને 20 વર્ષ ની કેદ અને રૂપિયા છ હજાર દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...