તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડો:મહેસાણા SOGએ હેડુવા પાસેથી શંકાસ્પદ બાયોડીઝલ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ નજીકથી બાયોડીઝલનો જથ્થો લાવવામા આવ્યાનો ખુલાસો

મહેસાણા SOG ટિમ ના પી.આઈ, એ.એમ.વાળા તેમના સ્ટાફ સાથે તાલુકા માં આવેલા હેડુવા ગામ પાસે પેટ્રોલિંગ માં હતા ત્યારે પોલીસ ને ખાનગી રાહે માહિતી મળી હતી જેમાં હેડુંવા ગામ ની સીમમાં ઉમિયા બાયોડિઝલ માં પટેલ પ્રકાશ કુમાર ઉર્ફે પિન્ટુ ભાઈ, તેમજ નારાયણ નામ ના વ્યક્તિ ના આ પંપ પર એક ટેન્કર બાયોડિઝલ ભરી ને પંપ માં ખાલી કરી રહ્યું છે તેમજ બાકી નું બાયોડિઝલ જે પટેલ અક્ષય કુમાર અશ્વિનભાઈ પટેલ ના બીજા પંપ પર ખાલી કરવા ગયા છે જેથી પોલિસે મળેલી માહિતી ના આધારે જેતે જગ્યા પર રેડ કરી શંકાસ્પદ બાયોડિઝલ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

બાયોડિઝલ રાજકોટ કાલાવાડ વાળા પાસે થી લાવવામાં આવ્યુંસમગ્ર મામલે રેડ કરી ઝડપાયેલા શંકાસ્પદ બાયોડિઝલ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે પિન્ટુ પટેલ નામનો ઈસમ રાજકોટ કાલાવડ વાળા પાસે થી શંકાસ્પદ બાયોડિઝલ લાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી મહેસાણા sog એ મહેસાણા મામલતદાર ને જાણ કરી હતી ત્યારબાદ મામલતદાર રેડ વાળા સ્થળ પર આવી ને સેમ્પલ લીધા હતા ત્યારબાદ સેમ્પલ લઈને તેણે FSL રિપોર્ટ કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસે સમગ્ર મામલા ની કાર્યવાહી કરી કુલ રૂ 20 લાખ નો મુદ્દામાલ પકડ્યો હતો જેમાં એક ટેન્કર, ટેન્કર માં ભરેલું બાયોડિઝલ, ભૂગર્ભ ટાંકા માંથી મળેલ બાયોડિઝલ, નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો