તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેસાણા SOG પોલીસે બાતમી આધારે જગુદણ ગામની સિમમાં રેડ કરી ટ્રકમાંથી બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ટ્રક સહિત કુલ કિ.રૂ. નવ લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા SOG પોલીસે બાતમી આધારે જગુદણ ગામની સિમમાં આવેલાં એક ખેતરમાં રેડ કરી એક ટ્રકમાંથી શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક સહિત કુલ કિ.રૂ. નવ લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

SOGને ખાનગી બાતમી મળી હતી કે, જગુદણની સીમમાં અરવિંદ ચૌધરી (પુનાસણ)ના ખેતરમાં L&T કોન્ટ્રક્ટર ખુટી મેલન માલદેવભાઇ ચાલતાં વાહનોમાં બાયોડિઝલ ભરી રાખે છે. જેથી બાતમીના આધારે ગઇકાલે રેડ કરી તપાસ કરતાં ખેતરમાં એક ટ્રકમમાંથી શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

SOG પોલીસે સ્થળ પર તપાસ કરતાં ટ્રકનો ચાલક ઓડેદરા પરબત અરસી(રહે.ભોમીયાવદર, તા.જી.પોરબંદર) મળી આવ્યો હતો. આ સાથે ટ્રકમાંથી રૂપિયા પાંચ લાખ 20 હજારની કિંમતનું આઠ હજાર લીટર બાયોડિઝલ મળી આવ્યુ હતુ. જેથી SOG પોલીસે તાત્કાલિક મામલતદારને જાણ કરી બોલાવતાં સેમ્પલ લઇ પંચનામું કરી ટ્રક સહિત કુલ કિ.રૂ. નવ લાખ 70 હજારનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો