તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કટોસણમાં યુવકની હત્યા કરનારા બે આરોપીઓને મહેસાણા SOG પોલીસે ઝડપી પાડ્યા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે સાંજે સાત વાગ્યાની આજુ બાજુ થઇ હતી હત્યા
 • પ્રેમ સંબંધની અદાવત રાખી યુવકની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તારણ

જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામના યુવકની શુક્રવારે સાંજે બે શખ્સોએ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરતાં ગામમાં તંગદિલી છવાઇ ગઇ હતી. ઘટના પાછળ પ્રેમ સબંધની અદાવતમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં મહેસાણા SOG પોલીસે બે આરોપીને ઝડપી પડ્યા છે.

મહેસાણા SOG અને LCB પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારો તેમજ સંઘન પૂછપરછ કરી માહિતી એકત્રિત કરી હતી. જેમાં મહેસાણા SOGને ખાનગી માહિતી મળી હતી કે, કટોસણમાં યુવકની હત્યા કરી ફરાર થયેલા બે આરોપી ખાનગી વાહનમાં કટોસણથી જોટાણા થઈને મહેસાણા તરફ જઈ રહ્યા છે.

જેથી પોલીસે કટોસણથી જોટાણા તરફ જતા રસ્તાઓ પર કોર્ડન કર્યું હતું અને બને આરોપી ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા અને બીજો આરોપી ઝાલા અજયસિંહ પ્રવીણસિંહ બચુભાને ઝડપી પાડ્યા હતા તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કટોસણ (ધનપુરા) ગામના 20 વર્ષીય અજીતસિંહ સંજુભા ઝાલાને ગામના જ બે શખ્સોએ શુક્રવાર સાંજે સાત વાગ્યાના અરસામાં વિરસોડા રોડ ઉપર રેલવે ફાટક પાસેના મેદાનમાં લઈ જઈ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ તેનો રૂ.500નો મોબાઇલ લૂંટી બંને ફરાર થઇ ગયા હતા. મૃતકની લાશનું જોટાણા સરકારી દવાખાનામાં પીએમ કરાવી પરિવારને સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે મહેસાણા SOG પોલોસે બે આરોપીઓને ઝપડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો