ફરાર આરોપી ઝડપાયો:વિદેશી દારૂના ત્રણ ગુન્હામાં સંડોવાયેલા આરોપીને મહેસાણા SOGએ દબોચ્યો

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકા પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા ફરાર આરોપીને મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે બાતમી આધારે ભટાસણ ગામેથી ઝડપી પાડ્યો હતો. વધુ તપાસ માટે આરોપીને કડી પોલીસને સોંપવામાં આવ્યો છે.

આરોપી ભટાસણ ગામે હોવાની બાતમી મળી
મહેસાણા એસઓજી ટીમના માણસો કડી પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા અને પાસાના આરોપી શાહ હુસૈનને ઝડપવા તજવીજ આદરી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ભટાસણ ખાતે આવેલ છે. જેથી એસઓજી ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

આરોપીને ઝડપવા પોલીસ ચાર દિવસથી વોચ પર હતી
કડી પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપી અંગે એસઓજીને બાતમી મળી હતી જેથી આરોપી ભટાસણ ગામમાં અગાઉ બે ચાર વાર આવી ગયો હોવાની જાણ થતાં ટીમ ચાર દિવસથી વોચ પર હતી અને હ્યુમન સોર્સ આધારે આરોપી ભટાસણ હોવાની જાણ થતાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...