તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 અંતર્ગત મહાનગરપાલિકા ,નગરપાલિકા ,જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવતી હોવાથી પોલીસને સૂચના આપવામાં આવી જતી જે અનુસંધાને પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. જે દરમિયાન પોલીસે બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી દારૂની હેરાફેરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાંથલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હા જેમ કે વિદેશી દારૂના ગુન્હામાં કલમ 65(એ)ઇ, 116બી, 81.98(2)ના કામનો આરોપી રાજપુરોહિત જગદીશ સિંહ ઉર્ફે ભગતસિંહ છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી ફરાર હતો. આ આરોપી મહેસાણામાં મીઠા ચોકડી પાસે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે સ્ટાફ સાથે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે સી,આર,પી,સી કલમ 41 (1) આઈ મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે સાંથલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.