પોલીસના દરોડા:મહેસાણા એસઓજીએ વિજાપુરના ગોડાઉનમાંથી રૂ. છ લાખથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી જપ્ત કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિજાપુરના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ
  • પોલીસે દરોડો પાડી 99 બોક્સ ઝડપી તેમાંથી 5430 નંગ દોરીનાં ટેલર જપ્ત કર્યાં
  • ગોડાઉનમાં ચાઈનીઝ દોરીનો જથ્થો હોવાની બાતમી મહેસાણા એસઓજીને મળી હતી

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરમાં એક ગોડાઉનમાં ચાઈનીઝ દોરીનો જથ્થો પડ્યો હોવાની બાતમી મહેસાણા એસઓજીને મળી હતી. જેમણે વિજાપુર-મહેસાણા હાઈવે રોડ ઉપર આવેલા ગોડાઉનમાં પોતાની ટીમ સાથે રેડ કરી હતી. આ રેડ દરમિયાન રૂ. છ લાખથી પણ વધુની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એસઓજી પીઆઇ બી.એચ.રાઠોડ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે વિજાપુરમાં રિલાયન્સ પેટ્રોલ પંપની સામે સરદાર એસ્ટેટ ઝવેરી રોડ પર આવેલા એક ગોડાઉનમાં ચાઇનીઝ દોરીનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી 99 બોક્સ ઝડપી તપાસ કરતા તેમાંથી 5430 નંગ દોરીના ટેલર મળી આવ્યા હતા. જે મળીને પોલીસે કુલ રૂ. 6 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી વિજાપુરના શખ્સ ઠક્કર દિનેશ કિશન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...