દુનિયાના સૌથી વધુ ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકામાં ભારત સરકારના અર્થ સાયન્સ વિભાગ દ્વારા મૈત્રી અને ભારતી એમ બે સંશોધન સ્ટેશન આવેલાં છે. જ્યાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા -50 તાપમાન બર્ફીલા તોફાનો દરમિયાન છ મહિના દિવસ અને છ મહિના રાત વચ્ચે રહીને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
જેમાં ભારત સરકારની અર્થ સાયન્સ વિભાગમાં ટેકનિકલ વિંગમાં ફરજ બજાવતા મહેસાણાના પાર્શ્વનાથ સોસાયટીના રહેવાસી મૂળ પાટણના ધાયણોજ ગામના મોહન દેસાઇ 13 મહિના એન્ટાર્કટિકા મૈત્રી સ્ટેશન એરિયા સંશોધન કાર્યમાં સફર કરી આવ્યા છે. તેમણે કહ્યું કે, બર્ફીલા પ્રદેશમાં ઠંડી ન લાગે તે માટે રૂમમાં ડીઝલથી ચાલતા ફાયર જનરેટરનો ઉપયોગ કરતા હતા.
વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા 41 અભિયાન દળ એન્ટાર્કટિકા મોકલવામાં આવ્યું. મૈત્રી અને ભારતી બંને રિસર્ચ સ્ટેશન વચ્ચે 3000 કિલોમીટરનું અંતર છે. 41મુ અભિયાન રિસર્ચ 2 કાર્યક્રમો સાથે સંકળાયેલું છે. ભારતી રિસર્ચ સ્ટેશન પર અમેરી આઈસ શેલ્ફનું ભૂ-વૈજ્ઞાનિક રિસર્ચ અને મૈત્રી રિસર્ચ સ્ટેશન પાસે 500 મીટર બરફ ખોદવા માટે રેકી સર્વેક્ષણ અને તૈયારી આઈસ કોર દ્વિલીગ યુનાઈટેડ કિંગડમ એન્ટાર્કટિકા સર્વે અને નોર્વેજિયન પોલર સેન્ટરના સહયોગથી અને નેશનલ સેન્ટર ફોર પોલર બે એન્ડ ઓશન રિસર્ચ ભારત સરકારના વૈજ્ઞાનિક ટીમમાં નેવી, આર્મી, ડોક્ટર, હવામાન, ટેકનિકલ સહિત વિંગના 25 સાયન્ટિસ્ટની ટીમમાં પાટણના ધાયણોજ ગામના મોહન દેસાઈ પણ જોડાયા હોઇ ઉ.ગુ.નું ગૌરવ વધાર્યું છે.
મહેસાણાની પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા મોહનભાઇ દેસાઇએ કહ્યું કે, નવેમ્બર 2021થી ડિસેમ્બર 2022 સુધી એન્ટાર્કટીકાના મૈત્રી રિસર્ચ સ્ટેશન પાસે 500 મીટર બરફ ખોદવા માટે સર્વેક્ષણમાં અમારી 25ની ટીમે કામ કર્યું છે. અહીં ખનિજનું કેટલી ઉંડાઇએ કેટલું પ્રમાણ છે તેનું સંશોધન કરાઇ રહ્યું છે. જેમાં કન્ટેનરો ચડ ઉતર વગેરે ટેકનિકલ કામગીરી સાથે તેઓ સંકળાયેલા છે. આઇસઝોનમાં ખનિજ સહિત વિવિધ સંશોધનોમાં 52 જેટલા દેશોની સંશોધન ટીમો કામ કરી રહી છે. જ્યાં બર્ફીલા પવનો વચ્ચે રિસર્ચ ચાલી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, મોહનભાઇએ વર્ષ 2019 પછી રિસર્ચ સંશોધન ટીમમાં વર્ષ 2021-22માં બીજીવખત એન્ટાર્કટિકાની સફર કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.