ભાડાં વધારવાની માંગ:CNGના ભાવ વધતાં મહેસાણાના રીક્ષા ચાલકો આકરા મૂડમાં, સરકાર ભાડામાં વધારો નહિ કરે તો પોસ્ટર આંદોલન છેડવાની ચીમકી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રનિંગ ભાડાના 13 રૂપિયામાં બે રૂપિયાનો વધારો કરી કિલોમીટર દીઠ 15 રૂ. કરવાની માંગ
  • CNGના ભાવ વધતા મહેસાણા ઓટો રીક્ષા ડ્રાઇવર એસોસિયેશન દ્વારા ભાડા વધારવા માંગ

મહેસાણા સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં વધતી જતી મોંઘવારીના કારણે અનેક લોકોને મોટો માર પડ્યો છે. ત્યારે રોજ કમાઈને ખાનારા લોકો પર તો આભ ફાટી પડ્યું હોય એવી સ્થિત સર્જાઈ છે. ત્યારે પેટ્રોલ-ડીઝલ, CNGના ભાવમાં વધારો થતાં હવે રીક્ષા ચાલકોને પોતાના ઘર ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે મહેસાણા ઓટો રીક્ષા ડ્રાઈવર એસોસિયેશન દ્વારા ભાડા વધારવાની માંગ કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા ઓટો રીક્ષા ડ્રાઇવર એસોસિયેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં થયેલા ભાવ વધારાના પગલે રીક્ષા ભાડાના મિનિમમ દર રૂપિયા 18મા રૂપિયા 12નો વધારો કરીને 30 તેમજ રનિંગ ભાડાના રૂપિયા 13માં રૂપિયા બેનો વધારો કરીને રૂપિયા 15 કિલોમીટર દીઠ કરવાની માંગ કરી છે.

જ્યારે રેટ કમિટીની બેઠક બોલાવીને ભાડાના રીવ્યુ કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. રીક્ષા ચાલકોની માંગણી સંતોષવામાં નહિ આવે તો સરકાર વિરૂદ્ધ પોસ્ટર યુદ્ધ છેડવા અને રીક્ષા ચાલકોના પરિવાર અને સગા સબંધીઓને સરકાર વિરૂદ્ધ મતદાન ન કરવા આંદોલન છેડશે તેવી ચીમકી પણ એસોસિયેશને ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...