તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમંગ:મહાલક્ષ્મી પૂજન સાથે મહેસાણાવાસીઓએ દિવાળીની ખરીદી કરી,બજારોમાં દેખાયો તહેવારોનો ઉમંગ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
તોરણવાળી ચોક - Divya Bhaskar
તોરણવાળી ચોક

શહેરમાં દિવાળી પહેલાં શુક્રવારે આખો દિવસ વિવિધ બજારોમાં ખરીદી જામી હતી. રાજમહેલ રોડ, તોરણવાળી ચોક, મોઢેરા રોડ, રાધનપુર રોડ સહિતનાં તમામ બજારોમાં ગ્રાહકોની છેલ્લી ઘડીએ ખરીદીની ભીડ જામી હતી. શહેરમાં મિઠાઇ-ફરસાણ, ફટાકડા, ફુટવેર, ઇલેકટ્રોનિક્સ, લાઇટિંગ સિરીઝ, ઘર સજાવટની ચીજવસ્તુઓની ખરીદી દુકાનોથી માંડી રોડ સાઇડના ફેરિયાઓ સુધી જામી હતી. એમાંય રાજમહેલ રોડ અને તોરણવાળી ચોકમાં સાંજે ચાલવામાં પણ મુશ્કેલી સર્જાય એવી ભીડ જામી હતી. મોઢેરા રોડ અને રાધનપુર રોડ પરની વિવિધ દુકાનોમાં પણ ગ્રાહકોનો ધસારો રહેતાં બંને હાઇવે પર દિવસ દરમિયાન પોલીસ અવારનવાર ટ્રાફિક નિયંત્રણમાં વ્યસ્ત રહી હતી. શુક્રવારે ધનતેરસના દિવસે પૂજાપાની ખરીદીમાં કપૂરીપાન અને ગોઠમડાની શોર્ટેઝ રહેતાં ભાવ બમણા થયા હતા.

પાટણમાં લક્ષ્મીજીને 1086 ચલણી નોટોની આંગી
પાટણ શહેરના નવાગંજમાં આવેલા લક્ષ્મી માતાજીના મંદિરમાં ધનતેરશ નિમિતે શુક્રવારે ચલણી નોટોની આંગી કરાઇ હતી. જેમાં રૂ.1ની 100, રૂ.2ની 200, રૂ.5ની 100, રૂ.10ની 100, રૂ.20ની 200, રૂ.50ની 100, રૂ.100ની 100, રૂ.200ની 100, રૂ.500ની 75 અને રૂ.2000ની 5 મળી રૂ.86500ની કુલ 1080 નવીન ચલણી નોટોની આંગી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો