તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન તૂટ્યું:મહેસાણાને વેક્સિનનો જથ્થો ઓછો ફાળવાયો શહેરના 11 કેન્દ્રમાં 30-30 ડોઝથી લોકોને ધક્કો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના પરા સેન્ટરમાં બે કલાક રાહ જોયા પછી 30 ડોઝ આવતાં બીજા ડોઝવાળાને વેક્સિન અપાઇ હતી, જ્યારે બાકીના લોકોને ફેરો પડ્યો હતો. - Divya Bhaskar
મહેસાણાના પરા સેન્ટરમાં બે કલાક રાહ જોયા પછી 30 ડોઝ આવતાં બીજા ડોઝવાળાને વેક્સિન અપાઇ હતી, જ્યારે બાકીના લોકોને ફેરો પડ્યો હતો.
  • ડોઝ ઓછા આવતાં કામગીરી મુશ્કેલ બની, મોટાભાગનાને બીજો ડોઝ અપાયો

મહેસાણા શહેર સહિત જિલ્લામાં વેક્સિનનો સ્ટોક ઓછો આવતો હોઇ સવારે લાઇનમાં ઉભા રહે અને વેક્સિન મળી જાય તો લોટરી લાગી તેવા ઉત્સાહ સાથે લોકો ઘરે જતા હોય છે. આ સ્થિતિમાં અત્યાર સુધી મોટાભાગના સેન્ટરોમાં વેક્સિનના 100 ડોઝ અપાતા હતા. જે મંગળવારે ઓછો સ્ટોક આવતાં માંડ 30-30 ડોઝ સપ્લાય કરાયા હતા. મહેસાણા શહેર સહિત તાલુકાના સેન્ટરોમાં મોટાભાગે વેક્સિનનો બીજો ડોઝ લેવા આવનારને જ વેક્સિનની કામગીરી થઇ શકી હતી, તેમાં પણ ઘણાને ફેરો પડ્યો હતો. પ્રથમ ડોઝમાં તો સેન્ટરોના ચક્કર લગાવ્યા પછી પણ ઘણાને મેળ પડ્યો નહોતો.

મહેસાણા શહેરના 11 સેન્ટર સહિત તાલુકામાં 35 જેટલા વેક્સિનેશન સેન્ટરો વચ્ચે મંગળવારે માંડ 950 વેક્સિન ડોઝ ફાળવાયો હતો. જેમાં શહેરને 450 મળ્યો હતો. જેમાં સિવિલમાં 50 અને બાકીના સેન્ટરોમાં 30-30 ડોઝ અપાયા હતા. આથી સવારે એક કલાકમાં જ વેક્સિન ખૂટી પડતાં લાઇનમાં બાકી રહી ગયેલા લોકોને પાછું જવું પડ્યું હતું. આવી સ્થિતિ જિલ્લાના અન્ય સેન્ટરોમાં પણ સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...