સ્વચ્છતા સર્વેક્ષણ:મહેસાણા રાજ્યમાં 14 મા ક્રમે, શહેર ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત,કચરાના ડસ્ટબીન વિતરણ સહિત વ્યવસ્થાને લઈ રેન્કિંગ વધ્યો

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં વસ્તીના માપદંડો અને ગ્રેડવાઇઝ પાલિકાઓમાં સ્વચ્છતાની વ્યવસ્થાઓ અને તેની અમલવારીને આવરી લઇને સ્કોરિંગના અલગ અલગ માપંદડો આધારે કરાયેલ વર્ષ 2021ના સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કિગ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં એક લાખથી દસ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં સમાવિષ્ટ મહેસાણા શહેરની પાલિકા દેશમાં સ્વચ્છતા રેન્કિંગમાં 133માં અને ગુજરાતમાં 14માં ક્રમે,ગાંધીનગર ઝોનમાં 5 માં અને ઉત્તર ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટીએ હિંમતનગર પછી મહેસાણા શહેર બીજા ક્રમે આવ્યુ છે.

સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં શહેરમાં સ્વચ્છતા સેનિટેશન બાબતે સર્વિસ લેવલ પ્રોગ્રેસ,સીટીઝન ફીડબેક અને સર્ટિફિકેશન(ઓડીએફ સહિત)ને આવરી લઇને કુલ 6000ના સ્કોરિંગમાંથી શહેર કયા માપદંડમાં કેટલો સ્કોર મેળવે છે અને તે શહેર વસ્તીના કયા માપદંડમાં આવે તે મુજબ રેન્કિંગ આપવામાં આવ્યા છે.

જેમાં મહેસાણા સહિત જિલ્લાના તમામ છ ઊંઝા,વિજાપુર,વડનગર, કડી, ખેરાલુ, વિસનગર શહેરોએ સર્ટિફીકેશનમાં 1800 માંથી 500 સ્કોર મેળવ્યો છે.જોકે વસ્તીની દ્રષ્ટીએ અલગ અલગ માપંદડમાં આવતા આ શહેરોનો દેશ વ્યાપી રેન્કિંગ વસ્તીના ધોરણે મુલવવામાં આવ્યો છે.

હજુ મહેસાણા શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અભાવે ગંદા પાણી નિકાલની સુનિયોજીત વ્યવસ્થા થઇ શકી ન હોઇ સર્વેક્ષણ સ્કોરિંગમાં રાજ્યની અન્ય ઘણી પાલિકાઓથી પાછળ રહી છે.જોકે ડોર ટુ ડોર કચરા કલેકશનમાં ડસ્ટબીન વિતરણ સહિતના નાના આયામોથી ગત વર્ષ કરતાં આ વર્ષે રેન્કિગમાં સુધારો આવ્યો છે.

જિલ્લાના કઇ પાલિકા સ્વચ્છતા સ્કોરમાં ક્યાં

નગરપાલિકાસર્વિસ લેવલપ્રોગ્રેસ ફીડબેકસર્ટિફીકેશનટોટલ સ્કોર
વડનગર1637.441144.335003281.76
વિજાપુર1471.811007.35002979.1
મહેસાણા1265.41177.415002942.81
કડી1358.361081.855002940.21
ખેરાલુ1343.71884.595002728.3
વિસનગર665.51976.185002141.69
ઊંઝા1058.78530.85002089.58

(સર્વિસ લેવલ પ્રોગ્રેસ 2400માંથી, સીટીઝન ફીડબેક 1800 માંથી, સર્ટિફીકેશન 1800માંથી)

પાલિકાનો સ્વચ્છતા રેન્કિંગમાં ત્રણ વર્ષ ઉતાર-ચઢાવ

્સ્વચ્છતા સર્વેક્ષણમાં વર્ષ 2019માં મહેસાણા પાલિકાએ દેશમાં 119 મો રેન્ક હાંસલ કર્યો હતો,તેના પછી ગગડી વર્ષ 2020માં 167 રેન્કિંગમાં મહેસાણા પાલિકા પહોચી હતી.હવે 34 કદમ સુધાર સાથે વર્ષ 2021ના સ્વચ્છતા સર્વેક્ષણ પરિણામમાં મહેસાણા પાલિકા 133માં રેન્કિગે આવી છે.
ઓ.ડી.એફ++અને ફીડબેકમાં રેન્કિંગ સુધારો
ચીફ ઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે,ખુલ્લામાં શૌચક્રિયા મુક્તમાં જાહેર શૌચાલયો,ગુગલમાં લોકેશન સહિતની વ્યવસ્થાઓ સાથે મહેસાણા ઓડીએફ++માં આવ્યુ છે. કચરા કલેકશનમાં સૂકા-ભીના કચરાના ડસ્ટબીન વિતરણ,શહેરીજનોના ફીડબેક,સર્વે ટીમના રીવ્યુમાં સ્કોર વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...