મહેસાણા તાલુકા પોલીસે ટોલ નાકા પાસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરીને જતી ગાડીને અમદાવાદ પહોંચે એ પહેલા જ ઝડપી પાડી હતી. જેમાં પોલીસને જોઈ એક આરોપી ફરાર થઈ ગયો હતો, જ્યારે ગાડીમાં બેસેલો અન્ય એક આરોપી ઝડપાઈ ગયો હતો. પોલીસે હાલમાં કુલ 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
મહેસાણા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ઊંઝા બાજુથી વિદેશી દારૂ ભરીને સ્વિફ્ટ કાર અમદાવાદ જવાની છે. બાતમીના આધારે તાલુકા પોલીસ મહેસાણા નજીક આવેલા મેડવ તોલનાકા પાસે સ્વિફ્ટ કારને ઝડપવાની ફિરાકમાં હતા. ત્યારે ગાડીઓ ચેકિંગ કરતા આ કાર આવતા જ પોલીસે તેને રોકી એક આરોપી પોલીસને જોઈ ભાગી ગયો હતો. તેમજ ગાડીમાં બેસેલ ખાટ ભાવેશને પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસે ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગેથી અલગ અલગ બ્રાન્ડની કુલ 192 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. તેની અંદાજિત કિંમત 81 હજાર 300 તેમજ ગાડીની કિંમત 2 લાખ, મોબાઈલ કિંમત 5 હજાર અને રોકડા 1100 મળી કુલ 2 લાખ 87 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડ્રાઈવરને વધારાના રૂપિયાની લાલચ આપી દારૂ ભરાવ્યો
સમગ્ર કેસમાં પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા ગાડીના ડ્રાઈવરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે અમદાવાદમાં ભાડેથી ગાડી ચલાવું છુ અને સુરેશ નામના વ્યક્તિએ કોલ કરી પરિવારને વતન પાથાવાડ લઇ જવાની વર્ધી આપી હતી. બાદમાં સુરેશે ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવવાના વધારાના 5000 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને દારૂ ભરીને અમદાવાદ લઈ જવા કહ્યું હતું. સુરેશ ચેકિંગ દરમિયાન ગાડીમાંથી ઉતરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસે બે સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.