મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમી આધારે ચોરીના બાઇક સાથે એક ઇસમને નાની કડી વિસ્તારમાં ઝડપી પાડી વધુ તપાસ આદરી છે.
અમદાવાદ જિલ્લાના અડાલજ પોલીસ મથકમા ચાર વર્ષ અગાઉ મોટર સાઇકલ ચોરીના ગુન્હાની ફરિયાદ નોંધાઈ હતી.જે કેસમાં આરોપી રબારી રાહુલ ઉર્ફ જીગરનું નામ સામે આવતા પોલીસે તેને ઝડપવા તજવીજ હાથ ધરી હતી જોકે ચાર વર્ષ વીતવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે મહેસાણા પેરોલ ફ્લો ટીમને બાતમી મળી હતી કે આરોપી રબારી રાહુલ નાની કડી તરફથી ચોરીનું બાઇક લઈ મમતા સોસાયટીમાં જવાનો છે. આવી બાતમી મળતા પોલીસે મમતા સોસાયટી નજીક વોચ ગોઠવી આરોપી આવતા તેને ઉભો રાખી તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બાઇક ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી.અને આરોપી ને ઝડપવી વધુ તપાસ માટે અડાલજ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.