ફરી પાછા જેલમાં:મહેસાણા પેરોલ ફ્લોની ટીમે દુષ્કર્મ કેસના ફરાર આરોપીને સાબરકાંઠાથી ઝડપી અમદાવાદની જેલમાં મોકલ્યો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જેલમાં સજા કાપતાં રજા મેળવ્યા બાદ ફરાર હતો
  • 30 દિવસના પેરોલ પર મૂક્ત કરતા આરોપી હાજર થયો ન હતો

મહેસાણા તાલુકા પોલીસમાં કેટલાક વર્ષ અગાઉ બળાત્કાર અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે કેસનો આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જે આરોપી ત્રીસ દિવસના પેરોલ પર રજા મેળવ્યા બાદ ફરાર થયો હતો. જેણે મહેસાણા પેરોલ ફ્લો ટીમે સાબરકાંઠા ખાતેથી ઝડપી ફરી અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કેટલાક વર્ષ અગાઉ બળાત્કાર અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ નો આરોપી ઠાકોર ભરત નાથુજી ફુલાજી આ કેસ મામલે દશ વર્ષની સજા મળતા અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ પેરોલ પર 30 દિવસની રજા મેળવ્યા બાદ છેલ્લા ચાર મહિનાથી ફરાર હતો.

સમગ્ર મામલે મહેસાણા પેરોલ ફ્લો ટીમને જાણ થતાં તપાસ દરમિયાન આરોપી સાબરકાંઠા પોતાની ફોઈના ઘરે છૂટક મજૂરી કરતો હોવાની બાતમી મળતા ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ધોઈ ગામ ખાતેથી આરોપીને ઝડપી ફરી વાર તેને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...