મહેસાણા પંથકની 31 વર્ષીય પરિણીતાને ગત 1 જુલાઇના બે દિવસ પહેલા તાલુકાના મોટીદાઉ ગામે રહેતા પ્રજ્ઞેશ પટેલ નામના યુવાને ફોન કરતા મેસેજ કરીને તેણીના બંને જોડિયા બાળકોને પતિને જાન થી મારી નાખવાની ધમકી આપતા પરણીતા નેહા ( નામ બદલેલ છે) 1 જુલાઈના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વિના નીકળી રાધનપુર ચોકડીથી ગાડી માં બેસી પ્રગ્નેશ પટેલ સાથે ખેડા ના મલાતજ ગયા હતા જ્યાં રાત રોકાઈને પ્રજ્ઞેશ તેણીને મહારાષ્ટ્રના શિરડી ખાતે લઈ જઈ ત્રણ થી ચાર દિવસ હોટલમાં રાખીને દારૂ પીવડાવી ને અર્ધ બેભાન અવસ્થામાં રાખી હતી
25 જુલાઈના રોજ હોટલમાં ધમકી આપીને દારૂ પીવડાવ્યો
ત્યાંથી પરત અમદાવાદ લાવીને પ્રજ્ઞેશે ત્રણ દિવસ સુધી પરણીતા નેહાને એક રૂમમાં રાખી હતી અને ફરીથી શેરડી ખાતે લઈ જઈને 25 જુલાઈ ના રોજ હોટલમાં ધમકી આપીને દારૂ પીવડાવ્યો હતો અને સાંજે અર્ધ બેભાન અવસ્થામાં નેહાને શિરડી થી બસમાં અમદાવાદ અને ત્યાંથી પેસેન્જર ગાડીમાં સવારે મહેસાણા લાવ્યો હતો ગ્રીન મેડોલ્સ આગળ એક ઝૂંપડી જેવી જગ્યામાં રોકાયા બાદ પ્રજ્ઞેશે નેહાને ઇકો ગાડીમાં બેસાડી પાલાવાસણા બેચરાજી ચોકડી ખાતે ઉતારી દીધી હતી ત્યારબાદ નેહા પોતાના પતિને ઓએનજીસી ઓફિસમાં મળવા ગઈ હતી
તળાવ પાસે લઈ જઈને એક ઢાંકણું ફિનાઈલ પીવડાવ્યું
પરંતુ તેઓ ના મળતા ઓફિસથી પાછા પરત આવી રહી હતી તે સમયે પ્રજ્ઞેશ રિક્ષામાં બેસાડીને મહેસાણા નજીક આવેલા એક ગામ ના પાટીયા નજીક ઉતારી દીધી હતી ચાલતા ચાલતા પોતાના ગામ તરફ જઈ રહેલી પરિણીતાને આગળ રેલ્વે ફાટક પાસે ઉભેલા પ્રજ્ઞેશે નેહાની નજીક આવેલા તળાવ પાસે લઈ જઈને એક ઢાંકણું ફિનાઈલ પીવડાવી દીધું હતું.નેહાએ ઉલટી કરીને પીવડાવેલું ફીનાઇલ કાઢી નાખતા પ્રજ્ઞેશે તેણીને જાનથી મારી નાખવાના ઇરાદે તળાવ ધક્કો મારીને નાખી દીધી હતી.
307 કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી
તળાવમાં પડેલી નેહા એ બચવા માટે બૂમો પાડતા ગાયો લઈને આવેલા લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢી હતી પરણીતાએ મોટી દાઉ ગામના પ્રજ્ઞેશ ગોવિંદભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા ના પ્રયાસની 307 કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.