તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:મહેસાણા પાલિકાની કાલે બજેટ બેઠક, 20 કમિટીના ચેરમેન બનવા ભાજપમાં ખેંચતાણ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રમુખ સહિતનાં મહત્વનાં પદ સિટી-2ને અપાયાં હોઇ સિટી-1ને કમિટીઓ ફાળવાશે
 • ટાઉન પ્લાનિંગ, બાંધકામ સહિતની કમિટીના હોદ્દા માટે ભાજપ મેન્ડેટ આપશે

આવતીકાલે મંગળવારે મહેસાણા નગરપાલિકાની બજેટ માટે ખાસ સાધારણ સભા યોજાશે. જેમાં 20 કમિટીઓની પણ રચના કરાનાર છે. ત્યારે મહત્વના હોદ્દા સિટી-2માંથી ચૂંટાયેલા સભ્યોને ફાળવાયા બાદ હવે કમિટીઓનાં ચેરમેન પદ સિટી-1માંથી ફાળવાશે તે નિશ્ચિત હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કારોબારી ચેરમેનની જાહેરાત અગાઉ થઇ ચૂકી છે. આ સિવાયની મલાઇદાર ગણાતી ટાઉન પ્લાનિંગ, બાંધકામ સહિતની કમિટીઓના ચેરમેન અને સભ્યોની વરણી પક્ષના મેન્ડેટ મુજબ કરાશે. આ સંજોગોમાં કોને કઇ કમિટી મળે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

પાલિકામાં ચૂંટાયેલા ભાજપના 37 અને કોંગ્રેસના 7 મળી કુલ 44 કોર્પોરેટર છે. જેમાં સત્તાધારી ભાજપે વોર્ડ નં.6માંથી બે સદસ્યને પાલિકા પ્રમુખ અને પક્ષના નેતા તેમજ વોર્ડ નં.8માંથી બે સદસ્યને ઉપપ્રમુખ અને દંડક તેમજ વોર્ડ નં.9માંથી એક સદસ્યને કારોબારી ચેરમેન બનાવ્યા છે. આ તમામ હોદ્દા સિટી-2 વિસ્તારના છે. ત્યારે મંગળવારે સવારે 11 વાગે મળનારી સભામાં કારોબારી સિવાયની બાકીની 20 કમિટીઓની રચનામાં સિટી-1માંથી ચૂંટાયેલા સભ્યોને ચેરમેન પદ આપી બેલેન્સ કરવા કવાયત કરાઇ છે.

સિટી-2ના કેટલાક સદસ્યોને પણ કમિટીઓ મળી શકે છે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ, ભૂગર્ભ ગટર, સેનેટરી (સ્વચ્છતા) અને ટ્રાન્સપોર્ટ કમિટી મેળવવા સદસ્યોમાં ખેંચતાણ જામી છે. જોકે, આ તમામ હોદ્દાની વહેંચણી પક્ષના મેન્ડેટ મુજબ થનાર હોઇ નામને લઇ સસ્પેન્સન જળવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો