તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં ફરી હંગામો 5 કિશોરોએ રૂમની બારીઓના કાચ ફોડ્યા

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં અંદરોઅંદર ઝઘડતા કિશોરોને છોડાવવા વચ્ચે પડેલા અધિક્ષકને ધમકી આપી
  • બાળ ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષકે 5 કિશોરો સામે ફરિયાદ નોંધાવી

મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમના રૂમમાં અંદરો અંદર ઝઘડી રહેલા કિશોરોને છોડાવવા ગયેલા અધિક્ષકને અહીંથી જતો રહે નહીં તો જાનથી મારી નાખીશું તેમ કહી રૂમની તમામ બારીઓના કાચ ફોડી હંગામો મચાવ્યો હતો. જે અંગે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં 5 કિશોરો સામે ગુનો નોંધાયો હતો.

મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં સાંજના 5 વાગે પ્રથમ માળે આવેલી રૂમમાંથી બૂમાબૂમનો અવાજ સાંભળી અત્રે અધિક્ષક તરીકે ફરજ બજાવતા સન્નીભાઇ પટેલ તાત્કાલિક રૂમમાં દોડી ગયા હતા. આ સમયે અંદરો અંદર ઝઘડી રહેલા 5 કિશોરોને અધિક્ષકે સમજાવવાનો પ્રયાસ કરી ઝઘડો નહીં કરવાનું કહેતાંની સાથે જ તમામ ઉશ્કેરાઇ ગયા હતા અને આ તમારો વિષય નથી તમે અહીંથી જતા રહો તેમ કહી બોલાચાલી કરી હતી. જેમાં અધિક્ષકે જગ્યા છોડવાનો ઇન્કાર કરતાંની સાથે જ તમામે ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી રૂમની બારીઓના કાચ ફોડી હંગામો મચાવ્યો હતો.

આ બનાવને પગલે અધિક્ષક સન્નીભાઇ પટેલે 5 કિશોરો સામે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરોએ બારીના કાચ તોડવાના બનાવો સામે આવ્યા હતા. જ્યારે અગાઉ કિશોરો ભાગી ગયા હોવાની ઘટના પણ ઘટી ચુકેલી છે.

કોની સામે ફરિયાદ

  • સાગર હરીશ પાટીલ
  • રૂપેશ ઉર્ફે રૂપીયો સાલીક મરાઠે
  • જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ
  • રાકેશ ઉર્ફે ગનીયો રાજુભાઇ પટણી
  • ગણેશ બાપુભાઇ કોળી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો