તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવા પ્રવૃત્તિઓને વેગ:યુવા પ્રવૃત્તિનું મહેસાણા નહેરુ યુવા કેન્દ્ર ઉત્તર ગુજરાતનું નોડલ કેન્દ્ર બન્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોગ્રામ રિપોર્ટિંગ સહિતની કામગીરી ગાંધીનગરથી નહીં મહેસાણાથી થશે

કેન્દ્રીય યુવા કાર્યક્રમો અને ખેલ મંત્રાલય વિભાગ દ્વારા દરેક જિલ્લામાં કાર્યરત નહેરુ યુવા કેન્દ્રો દ્વારા યુવાનો માટેના વિવિધ લોકજાગૃતિ કાર્યક્રમો કરાતાં હોય છે. જેમાં અત્યાર સુધી જે-તે જિલ્લાના પ્રોગ્રામો તેમજ કામગીરી અંગેનું રિપોર્ટિંગ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની કચેરીએ કરવાનું થતું હતું. હવે રાજ્યમાં ચાર નોડલ ઓફિસમાં 30 જિલ્લા ફાળવી દેવાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાની નોડલ ઓફિસ મહેસાણા ખાતે ફાળવાઇ છે. હાલ મહેસાણા બહુમાળી ભવનમાં કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર હવે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા કેન્દ્રની નોડલ ઓફિસ (કેન્દ્ર) તરીકે કાર્યરત થશે.

રાજ્યમાં મહેસાણા, આણંદ, નર્મદા અને પોરબંદર એમ ચાર નહેરુ યુવા કેન્દ્રની નોડલ ઓફિસ કરાઇ છે. જ્યાં અત્યાર સુધી કેન્દ્ર અધિકારી અને એકાઉન્ટન્ટની જગ્યા હતી. હવે આ નોડલ ઓફિસ બનતાં ડેપ્યુટી ડાયરેક્ટર, એડમિનિસ્ટ્રેશન ઓફિસર તેમજ એકાઉન્ટ ઓફિસર મૂકવામાં આવશે. આગામી મહિના સુધીમાં મહેસાણા નોડલ ઓફિસ ખાતે નવી બે જગ્યાએ અધિકારી મૂકાઇ જશે.

મહેસાણા નહેરૂ યુવા કેન્દ્રના અધિકારી દેવેન્દ્રકુમાર વ્યાસે કહ્યું કે, ગામડાઓમાં યુવા પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે જાગૃતિસભર કાર્યક્રમો તેમજ ખોટા માર્ગે ન પ્રેરાય તેવા વ્યસનમુક્તિ સહિતનાં કાર્યક્રમો કેન્દ્ર થકી કરાય છે. જેમાં ઉત્તર ગુજરાતની નોડલ ઓફિસ હવે મહેસાણા ખાતે મંજૂર કરાઇ હોઇ ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના અધિકારી સાથે ઓફિસ કાર્યરત થશે.

અન્ય સમાચારો પણ છે...